Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સાવરકુંડલાઃ કોંગ્રેસ એઆઇસીસીનાં ડેલીગેટ તરીકે વિરજીભાઇ ઠુંમરની વરણીઃ રફીક મારાને પ્રદેશમા સ્થાન

સાવરકુંડલા તા. ૧૯ :. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસને વિજય બનાવવા માટે હોશીયાર અને શકિત શાળી આગેવાનોની ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંગઠન માળખામાં સમાવેશ કરી જૂદી જૂદી જવાબદારીઓ સોંપવામાં આવેલ હતી.

જેમાં ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમીટીમાં ડેલી ગેઇટ તરીકે હોનાહર અને શકિત શાળી ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર તથા ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલી ગેઇટ તરીકે  મુસ્લીમ અગ્રણી રફીકભાઇ મારાની વરણી કરવામાં આવી છે. વિરજીભાઇ ઠુમ્મર અને રફીકભાઇ મારાની વરણી યોગ્ય અને મહત્વના સ્થાન ઉપર કરવામાં આવી છે તેવુ કોંગ્રેસી વર્તુળોમાં બોલાઇ રહ્યુ છે. આ વરણીને કોંગ્રેસી આગેવાનોએ હર્ષ ભરે આવકારી અભિનંદન પાઠવેલ હતાં.

(2:32 pm IST)