Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જેતપુર પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બોલેરો વાનમાંથી ૪ લાખનો દારૂ ઝડપી લીધો

મગફળીના ફોતરા ભરેલ બાચકા નીચે ર૭ર૪ બોટલ દારૂનો જથ્થો સંતાડયો'તો : ડ્રાઇવર વાહન રેઢુ મૂકી ભાગી ગયો :

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા-જેતપુર)

જેતપુર, તા. ૧૯ : જેતપુરના સાંકળી ગામ નજીક તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીકઅપ બોલેરો વાનનો પીછો કરી ૪ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે ડ્રાઇવર દારૂ ભરેલ વાહન રેઢુ મૂકી નાસી છૂટયો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર તાલુકા પી.એસ.આઇ. એચ.એ. જાડેજા તથા જે.વી. વાઢીયા, ગૌતમભાઇ, ભુરાભાઇ, ધર્મેન્દ્રભાઇ, અનિલભાઇ, દિનેશભાઇ, જગદીશભાઇ સહિતના ગતરાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ ત્યારે ચોક્કસ બાતમી મળેલ કે રાજકોટથી જુનાગઢ તરફ વાનમાં ઇંગ્લીશ દારૂ જઇ રહ્યો હોય વાહનનું ચેકીંગ સઘન બનાવતા રાજકોટ તરફથી બાતમી મુજબ સફેદ કલરનું બોલેરો પીકઅપ વાહન પસાર થતાં તેને રોકવાનું કહેતા ડ્રાઇવર વાહન ફુલ સ્પીડે ચલાવતા પોોલીસે તેનો પીછો કરતા ડ્રાઇવર વાહન રોડ પર મૂકી નાસી છુટતા પોલીસે તલાસી લેતા માંડવીની ફોતરી ભરેલ બાચકાની નીચે ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે નંબર પ્લેટ વગરનો ટેમપરી નંબર જીજે૩-પીસી-ર૦૩૯ વાળા બોલેરો પીકઅપ વાનમાંથી દારૂની બોટલ નંગ ૬૬૦ કિ. રૂ. ૧.૯૮ લાખ તેમજ દારૂના ચપલા નંગ-ર૦૬૪ કિ. રૂ. ર,૦૬,૪૦૦ તેમજ પીકઅપ વાન કિ. રૂ. ૬ લાખ મળી કુલ ૧૦,૦૪,૪૦૦નો મુદામાલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

(2:30 pm IST)