Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વેરાવળના તાતીવેલા સીમમાં જુગારનો દરોડો : ૧૧ આરોપીઓ સવા ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

 વેરાવળ, તા. ૧૯ : તાતીવેલા ગામની સીમમાં વાડીમાં વેરાવળનો યુસુન જામનગરી બહારથી બોલાવીને જુગાર રમાડતો હોય જેથી પોલીસે દરોડો પાડી (૧) રફીક ગનીભાઇ કાપડીયા (ર) ફારૂક અબ્દુલ ચૌહાણ (૩) જાવીદ અલ્લારખા ચૌહાણ (૪) મહમદ રહીમભાઇ બાકજી (પ) મુસ્તાક જીગરભાઇ પારેખ (૬) આસીફ દાદાભાઇ મુનારા (૭) સતાર કાલુભાઇ પંજા (૮) હારૂન ઇસ્માઇલભાઇ (૯) હનીફ કરીમભાઇ મલેક (૧૦) ફેજલ ઇસ્માઇલભાઇ પંજા (૧૧) હનીસ આમદભાઇ પંજા આરોપીઓને રોકડા રૂ. ૬૯૧૦૦ મોબાઇલ નંગ ૧૩, રૂ. ૩૯પ૦૦ તથા મોટર સાઇકલ નંગ ૮ રૂ. ર,૧પ,૦૦૦ કુલ રૂ. ૩,ર૩,૬૦૦ના મુદામાલ સાથે તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરેલ છે.

માછીની જાળની ચોરી

વેરાવળ ૮૦ ફુટ રોડ ઉપર રહેતા જયેશભાઇ પદમશીભાઇનું ગોડાઉન ભીડીયા ટાગોર સ્કુલ પાસે હોય તેમાં તા. ૧૭ના રોજ દરવાજાના નકુચા તોડી મચ્છીની જાળ નંગ ૧ર રૂ. ૩૬૦૦૦ની કોઇ ચોરી કરી ગયેલ હોય તેવી ફરીયાદ નોંધાવેલ હતી તેનો આરોપી દીલીપ બાબુભાઇ ચૌહાણ જાળ લઇને જતો હોય તેની પાસે કોઇ જાતનું બીલ ન હોય જેથી પોલીસે તેને ૪૦ કિલો વજનની જાળ રૂ. ૩૩૦૦૦ની ઝડપી આરોપીની ધરપકડ કરેલ છે.

(2:28 pm IST)