Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પોરબંદરમાં પરંપરાગત ગોરમાવડી ઉત્‍સવમાં આજે મોટુ જાગરણઃ આવતીકાલે વિસર્જનઃ શોભાયાત્રા

પોરબંદર, તા. ૧૯ :. અહીં પરંપરાગત ગોરમાવડી ઉત્‍સવનું આજે રાત્રીના મોટું જાગરણ છે. આવતીકાલે જે સ્‍થળે માતાજીના સ્‍થાપન થયા હોય તે તમામ સ્‍થળેથી વિસર્જન શોભાયાત્રા નીકળશે.

ગોરમાવડીના સ્‍થાપન માટે મોણ વગરના ચણાના લોટની પુરી બનાવીને હાટડી તૈયાર કરાય છે અને તેને બાજોઠામાં મંદિર આકારે ગોઠવીને ચુંદડી પહેરાવાય છે અને દરરોજ માતાજીના છંદ અને પૂજા અર્ચના કરાય છે. વિસર્જન શોભાયાત્રા સમયે નાના દરવાજાવાળા મંદિરમાંથી માતાજીને બાજોઠ સાથે બહાર લાવવામાં આવે તે દર્શનનું મહત્‍વ છે.

શોભાયાત્રા ખારવા જ્ઞાતિના વાણોટ પંચ પટેલ અને આગેવાનોની આગેવાની હેઠળ નીકળે છે. શોભાયાત્રા માણેક ચોક થઈને પ્રાચીન કેદારેશ્વર મંદિરે જાય છે અને કુંડમાં વિસર્જન કરવામાં આવે છે ત્‍યારે દર્શન માટે હૈયે હૈયુ દળાય તેવી ભીડ જામે છે. પોરબંદર સમસ્‍ત ખારવા જ્ઞાતિ તથા નવીબંદર ખારવા જ્ઞાતિ દ્વારા આ ઉત્‍સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. શોભાયાત્રા આવતીકાલે સાંજે ૪ વાગ્‍યે નિકળશે.

(2:02 pm IST)