Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કોડીનાર પાસે બે બાઇકની ટક્કરમાં કોળી યુવાનનું મોત, ત્રણ ગંભીર

કોડીનાર : તાલુકાના દામલી ગામના વિજય ગોવિંદ સોલંકી અને ગોપાલ કરસન મોટર સાયકલ નં. જીજે-૧૧-એમએમ-૧ર૭૧ લઇને કોડીનારથી દામલી ગામે જઇ રહ્યા હતા ત્‍યારે દેવળી રોડ ઉપર ગામનાં વિવેક ધીરૂ અને દિલીપ ગોવિંદ રસ્‍તાની સાઇડમાં ઉભા હોય તેમને જોઇ મોટર સાયકલ ધીમુ પાડયુ હતુ, પણ રોકે તે પહેલા જ સામેથી પુરપાટ ઝડપે આવેલા મોટર સાયકલ નં. જીજે-૧૧ બીઇ-૪૮૯ર નાં ચાલક કેસર કાના (રહે. પ્રાંચી, ઉ.૬૦) એ હડફેટે લેતાં વિજયની પાછળ બેસેલા ગોપાલ (ઉ.૧૮) નું ગંભીર ઇજાથી ઘટના સ્‍થળે જ કરૂણ મોત નિપજતા તેના પરિવારમાં શોક છવાયો હતો. જયારે રાહદારી દિલીપ તેમજ કરસન, વિવેક (ઉ.વ.૧૧, રહે. બંને દામલી) અને સામેના મોટર સાયકલ ચાલક કેસર કાનાને ગંભીર ઇજા થતા કોડીનાર રહે.ના વાળા હોસ્‍પીટલમાં પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવારાર્થે  વેરાવળ હોસ્‍પિટલે ખસેડાયા હતાં. સદનશીબે મોટર સાયકલ ચાલક વિજયે હેલ્‍મેટ પહેર્યુ હોવાથી નાની-મોટી ઇજા થઇ હતી. તસ્‍વીરમાં ભોગ બનનાર યુવાનનો લોહીથી લથબથ નિષ્‍પ્રાણ દેહ દર્શાય છે.

(1:59 pm IST)