Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ખાનપરમાં રેશનકાર્ડ ધારકોને અગુંઠાના નિશાન પ્રશ્ને હેરાનગતિ

ચાંચાપર (મોરબી) તા. ૧૯ :.. મોરબી તાલુકાના ખાનપર સસ્‍તા અનાજની આ દુકાનેથી રાજપર-ચાંચાપર -ખાનપર એમ ત્રણ ગામની ગ્રામ પ્રજાને ઘઉં-ચોખા-કેરોસીન વગેરે સરકારી ચીજ વસ્‍તુનું વિતરણ કરવામાં આવે છે.

છેલ્લા ઘણા સમય થયા ગ્રાહકોના અંગોઠાનાં નિશાન લેવાની પ્રથા હોઇ ગ્રાહકો માલ લેવા જાય છે. ત્‍યારે અંગોઠાનાં નિશાન આપતા નહી હોવાથી પ્રજાને હેરાનગતિ  થઇ રહી છે.સસ્‍તા અનાજની દુકાનનાં માલીક મોરબી પુરવઠા તંત્રમાં અંગોઠાનો આગ્રહ નહીં રાખવા જણાવે છે. પણ, પુરવઠા તંત્ર મચક આપતું નથી. અંગુઠાનું નિશાનનો ફરજીયાત આગ્રહ રાખે છે. ગ્રામ વિસ્‍તારની ગરીબ પ્રજાને અનાજ વિગેરે મળતું ના હોવાથી હેરાનગતિ થઇ રહી છે. આ બાબતે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા ચાંચાપર વિસ્‍તારના  સામાજિક કાર્યકર ગીરજાશંકર જાનીએ મોરબી જિલ્લા કલેકટર પાસે રજૂઆત કરી છે.

(1:58 pm IST)