Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગાંધીધામઃ શીપીંગ કંપનીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઇઃ ઝડપાયેલા ખેલીઓ ‘મોટા માથા' હોવાની ચર્ચા વચ્‍ચે માત્ર રપ હજારની રોકડ જ ઝડપાઇ

 ભુજ તા. ૧૯ :.. ગાંધીધામની મુખ્‍ય બજારમાં આવેલી શીપીંગ કંપનીમાં ચલાવાતી જૂગાર કલબ ઝડપાતા રાત્રે બનેલી આ ઘટના એ કંડલા પંથકમાં ચકચાર સાથે ચર્ચા જગાવી છે.

ગાંધીધામ મુખ્‍ય બજારમાં આવેલ પ્રકાશ ગોગીયા બીલ્‍ડીંગનાં પ્રથમ માળે અજય વરૂની શીપીંગ કંપનીમાં જૂગાર કલબ ચલાવાતી હોવાનો ખુલાસો પોલીસે કરીને અહીં થી સાત શખ્‍સોને રપ હજારની રોકડ અને ૭ મોબાઇલ તથા ૧૦ લાખનાં ૬ વાહનો સાથે પોલીસે ઝડપી પાડયા હતાં. આ શીપીંગ કંપનીની ઓફીસમાં જૂગાર કલબ ચલાવતાં મનોહર શેટ્ટી ઉપરાંત નિશીત તાબીવાર ચતુર્વેદી, નીલેશ મોહન કારવેલા, મહેશ ઓમનારાયણ શર્મા, રમેશ નેણુમલ, સંજય અમૃતલાલ પટેલ, સુરેશ ત્ર્યંબક માલીને પોલીસે જૂગાર રમતા ઝડપ્‍યા હતાં. જો કે, દેશી દારૂના દરોડામાં ફોટા પાડીને પ્રેસનોટ ઇસ્‍યુ કરતી પૂર્વ કચ્‍છ પોલીસે બજાર વચ્‍ચે ચાલતી જૂગાર કલબના આરોપીઓની ફોટા દેવાનું ટાળ્‍યું હતું.

આ મુદ્‌્‌ે ઝડપાયેલાઓ ‘મોટા માથા' હોઇ પોલીસે કરેલ કાર્યવાહી અને ઝડપાયેલ રોકડ રકમના મુદ્‌્‌ે પણ તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

(3:53 pm IST)