Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

181 અભયમ હેલ્પલાઇનમાં કામ કરતી મહિલા પણ અસુરક્ષિત !:લગ્નની લાલચ આપી પોલીસકર્મીએ કર્યું દુષ્કર્મ:કચ્છનો કિસ્સો

છેલ્લા બે વર્ષથી શારીરિક શોષણ કર્યાનો આરોપ:આદિપુર પોલીસમાં ફરિયાદ :DYSP ને તપાસ સોંપાઈ

કચ્છમાં લાંછનરૂપ અને મહિલા સુરક્ષાની પોલ છતી કરતી ઘટના બહાર આવી છે જે અંગેની ફરિયાદ મુજબ 181 અભયમ હેલ્પલાઈનમાં કામ કરતી એક મહિલા સાથે પોલીસ કર્મચારીએ દુષ્કર્મ કર્યું છે.લગ્નની લાલચ આપી પોલીસકર્મીએ દુષ્કર્મ ગુજાર્યું હતું અને આરોપીએ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

  આરોપી છેલ્લા 2 વર્ષથી શારીરિક શોષણ કરતો હોવાનો મહિલાએ આક્ષેપ લગાવ્યો છે.આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર પૂર્વ કચ્છ પોલીસમાં ખળભળાટ ફેલાઈ ગયો છે. આ સમગ્ર મામલે DYSPને તપાસ સોંપવામાં આવી છે.

(12:10 pm IST)