Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોરબી જિલ્લા તિજોરી કચેરી જાહેર રજામાં ખુલ્લી રહેશે

બીલોના ચુકવણા તથા ચકાસણી કામગીરી માટે તિજોરી કચેરીને પુરતો સમય મળી રહે તે માટે રજાના દિવસે ખુલ્લી રાખવા સૂચના

મોરબી : મોરબી જિલ્લાની તમામ કચેરીઓને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના આખરના હિસાબી માસ દરમ્યાન દરેક કચેરીઓને સમયસર બીલો રજુ કરી દેવા અંગે તા.૧૨ના પરિપત્રથી જરૂરી સુચનાઓ દરેક ડી.ડી.ઓ. કચેરીઓને પાઠવવામાં આવેલ છે.

   દરેક કચેરીઓના બીલોના ચુકવણા તથા ચકાસણી અંગેની કામગીરી માટે તિજોરી કચેરીને પુરતો સમય મળી રહે તે માટે તા.૨૯/૩૦-ના રોજ આવતી જાહેર રજાઓમાં પણ તિજોરી કચેરીઓ ચાલુ રાખવાની સુચના થયેલ હોય જેથી તા.૨૯/૩૦- ની જાહેર રજાઓમાં પણ મોરબી જિલ્લાની તિજોરી કચેરી તેમજ તાબાની પેટા તિજોરી કચેરીઓનું કામકાજ ચાલુ રાખવામાં આવશે.

     જે અંગે જિલ્લાની તમામ કચેરીઓને જાણ કરવામાં આવે છે. તા.૩૧-૩-૨૦૧૮ના રોજ બપોરે ૩:૦૦ કલાક સુધી દરેક કચેરીઓના બીલો સ્વીકારવામાં આવશે. જે બાબત અંગત ધ્યાને લઈ તે મુજબનું દરેક કર્મચારીઓએ આયોજન ગોઠવવાનું રહેશે, તેમ મોરબી જિલ્લા તિજોરી અધિકારી ડૉ.કીર્તીબા વાઘેલાએ જણાવ્યું છે.

(12:09 pm IST)