Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જામનગરમાં હિટ એન્ડ રન : દિગ્જામ ફાટક નજીક કારે પિતા -પુત્રને ઠોકરે ચડાવતા પિતાનું મોત :કારચાલક ફરાર

મહાકાળી ચોક પાસે કેબીન ચલાવી ગુજરાન ચલાવતા અમૃતલાલ ગણાત્રાનું મોત : પુત્ર અશોકભાઈને ઇજા

જામનગર : જામનગરમાં દિગ્જામ ફાટક નજીક હિટ એન્ડ રન જેવો બનાવ બન્યો છે મહાકાળી ચોક પાસે પુરપાટ વેગે ધસી આવેલી કારે પિતા-પુત્રને ઠોકરે ચડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંનેને હોસ્પીટલ ખસેડાયા હતા જયાં ગંભીર ઇજાગ્રસ્ત વૃધ્ધે સારવાર દરમ્યાન દમ તોડયો હતો.આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટયા હતા.
  જામનગરમાં દિગ્જામ ફાટક નજીક મહાકાળી ચોક પાસે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આ જ વિસ્તારમાં રહેતાં અને કેબીન ચલાવી ગુજરાન ચલાવતાં અમૃતલાલ વિઠ્લદાસ ગણાત્રા (ઉ.વ.65) અને તેના પુત્ર અશોકભાઇ અમૃતલાલ ગણાત્રા (ઉ.વ.45) દરરોજની માફક ઉભા હતાં ત્યારે અચાનક પુરપાટ ઝડપે આવેલી કારે બંનેને અડફેટે લીધા હતા.

(12:08 pm IST)