Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગારીયાધારમાં ગટરના પ્રશ્ને પાલિકા કચેરીએ હલ્લાબોલ

 ગારીયાધાર તા. ૧૯ :.. મફતનગર વિસ્‍તારમાં અંડર ગ્રાઉન્‍ડ ગટરમાં વારંવાર પાણી લોક થઇ જવા, ગટરો ઉભરાવી અને ગંદકીના પ્રશ્નો સર્જાય છે જેની અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નના કાયમી ઉકેલ ન આવતા મફતનગર વિસ્‍તારના રહીશો દ્વારા આજ રોજ બપોરના સમયે ન.પા. કચેરી ખાતે હલ્લાબોલ કરીને કચેરીના પટાંગણમાં ધામા નાખવામાં આવ્‍યા હતાં.

આ બાબતે ન.પા. કચેરીના જવાબદાર અધિકારી દ્વારા પ્રશ્નના કાયમી ઉકેલની બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો.

(11:47 am IST)