Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જામજોધપુર શ્રીરોકડીયા હનુમાનજી મંદિરે ગુરૂવારથી ધર્મોત્‍સવ

શ્રીરામચરિત માનસ નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ, શ્રીરામ જન્‍મોત્‍સવ, હનુમાન જયંતિ મહોત્‍સવ, શ્રીરામમહાયજ્ઞ સહિતના કાર્યક્રમોઃ ગુરૂવર્ય પૂ. લખુદાદાની આગેવાનીમાં તડામાર તૈયારી

જામજોધપુર તા.૧૯ : જામનગર જીલ્લાના જામજોધપુરના શ્રી રોકડિયા હનુમાન ભકત મંડળ દ્વારા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર રેલ્‍વે સ્‍ટેશન પાસે જામજોધપુર ખાતે શ્રી રામચરિત માનસ નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ તથા શ્રી હનુમાન જયંતિ અને ૩૮માં પંચકુંડી શ્રીરામ મહાયજ્ઞનુ ભવ્‍ય આયોજન કરાયુ છ.ે શ્રી રામકથાનો પ્રારંભ તા.રરને ગુરૂવારે થશે. અને તા.૩૦ ને શુક્રવારે કથા વિરામ લેશે.

શ્રીરામચંદ્ર ભગવાનની કૃપાથી અને શ્રી રોકડિયા હનુમાનજીદાદાની પ્રેરણાથી શ્રી રોકડિયા હનુમાનજીના પાવન સાનિધ્‍યમાં આયોજન કરાયું છે. વ્‍યાસાસને પોરબંદરના પૂ.ચંદ્રશભાઇ સેવક બિરાજીને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન છે.

કથા શ્રવણ માટે બહારગામથી પધારતા ભાવિકો માટે પ્રસાદીની વ્‍યવસ્‍થા રાખેલ છે.

ગુરૂવર્ય શ્રી લખુદાદા શ્રી રોકડિયા હનુમાનજી મંદિર જામજોધપુરની આગેવાનીમાં આયોજીત શ્રી રામકથાના યજમાનપદે શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ રહેશે.

શ્રીરામકથાનો તા.રરને ગુરૂવારે સાંજે ૪ વાગ્‍યે પોથીયાત્રા સાથેપ્રારંભ થશે તા.રપ ને રવિવારે રામનવમીના દિવસે બપોરે૧ર વાગ્‍યે શ્રીરામ જન્‍મોત્‍સવ પ્રસંગ ઉજવાશે તા.ર૬ ને સોમવારે સાંજે પ વાગ્‍યે શ્રી સીતારામ વિવાહ, તા.ર૯ને ગુરૂવારે સાંજે પ વાગ્‍યે શ્રીરામેશ્વર પૂજા તા. ૩૦ને શુક્રવારે શ્રીરામ રાજયાભિષેક સાથે સાંજે પવાગ્‍યે કથા વિરામ લેશે કા પૂર્ણાહુતી પ્રસંગે તા.૩૦ નુ શક્રવારે બપોરે ૧૧-૩૦ વાગ્‍યે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્‍યુંછ.ે

કથા દરમિયાન અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ.ગોપાલાનંદજી બ્રહ્મચારીબાપુ, ચાંપરડા આશ્રમના પૂ.મુકતાનંદબાપુ ગીરનાર ચંબાજી ટુંકના મહંતશ્રી (પીરબાવા) પૂ. તનસુખગીરીબાપુ, ગિરનાર, જુનાગઢના રોકડિયા હનુમાન મંદિરના મહંત પૂ.મેઘાનંદજીબાપુ, જુનાગઢ ભુતનાથ મહાદેવ મંદિરના મહંત પૂ. વસંતગીરીબાપુ, ભવનાથ વષાપોશ્વર મહાદેવ મંદિરના ભવનાથ જુનાગઢના પંચાગ્નિ અખાડાના મહંત પૂ. થાનાપતિ, જામજોધપુર શ્રી સ્‍વામિનારાયણ મંદિરના સ્‍વામી પૂ.રાધારમણદાસજી સહિતના સંતો ઉપસ્‍થિત રહેશે.

તા.૩૧ને શનીવારે શ્રી હનુમાન જયંતિ મહોત્‍સવ ધામધુમથી ઉજવાશે જેમાં ૩૮મો પંચકુંડી શ્રીરામ મહાયજ્ઞમાં સવારે ૮ વાગ્‍યે જલયાત્રા, ૯ વાગ્‍યે યજ્ઞનો પ્રારંભ સાંજે પ વગ્‍યે બીડુ હોમ અને રાત્રીના ૯ થી ૧ર ધુન-ભજનનું આયોજન કરાયું યજ્ઞાચાર્ય શાષાી શ્રી બાલકૃષ્‍ણ પી.જોષી (કર્મકાંડ ભુષણ), ઉપાચાર્ય શાષાીશ્રી વિનોદરાય પી. જોષી (કર્મકાંડ પ્રવિણ)વિધી કરાવશે.

જયારે બટુકભોજન અંતર્ગત સમસ્‍ત ગામના બાળકો માટે તા.૩૧ ને શનીવારે બપોરે ૧૧ થી ર પ્રસાદીનું આયોજન કરાયું છે.ે

સફળ બનાવવા ગુરૂવર્ય શ્રી લખુદાદા, શ્રી રોકડિયા હનુમાનજી મંદિર, શ્રી રોકડિયા હનુમાન ભકત મંડળ, રી રોકડિયા હનુમાન ભકત મંડળ ટ્રસ્‍ટ સંચાલિત માતુશ્રી અમૃતબેન વાલજીભાઇ દામજીભાઇ સવજાણી અન્નક્ષેત્ર ટ્રસ્‍ટી મંડળના નરેન્‍દ્રભાઇ કડીવાર, ચિમનભાઇ વાછાણી, ભુપતભાઇ બાડગુગારીયા, કાંતિભાઇ સવજીયાણી, જેન્‍તીભાઇ સાપરિયા, રસીકભાઇ પાબારી, પ્રવિણભાઇ સિણોજીયા સહિત ગ્રામજનો ભાવિકો જહેમત ઉઠાવે છ.ે

વધુવિગત માટે શ્રી રોકડિયાધામ, શ્રી રોકડિયા હનુમાનજી મંદિર, રેલ્‍વે સ્‍ટેશન પાસે, જામજોધપુર ખાતે લખુભાઇ પાબારી (મો.૯૪રર૭ર ૮૪પ૬૧) ફોન નં.૦ર૮૯૮-રર૦પર૦ અથવા રર૧૩૩૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છ.

 

(9:51 am IST)