Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

બાબરા તાપડીયા આશ્રમના નવનિર્માણ પ્રસંગે ૧૦૮ કુંડી મહા યજ્ઞ ધર્મોત્સવ

મૂર્તિપ્રતિષ્ઠા,ધર્મસભા,ભોજન, સંતવાણી સહિતના ઉત્સવોઃ એક લાખ સેવકો ભકતો,પાંચ હજાર સાધુ સંતોઃ અમદાવાદ જગન્નાથના મંદિરના ૧૦૦૮ શ્રી દિલીપદાસજી દ્વારા પ્રથમ ધ્વજારોહણ કરાશે

બાબરા, તા.૧૯: બાબરા તાલુકા સહીત દેશ વિદેશ માં સેવક ભકતો નું હૃદયસ્થ ધાર્મિક સ્થાન ગણાતા શ્રીતાપડીયા આશ્રમ બાબરાના નવનિર્માણ પ્રસંગે મહંતશ્રી દ્યનશ્યામદાસજી મહારાજ દ્વારા ચતુર્થ દિવસીય ધર્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બાબરા બ્રહ્મલીન સંત શ્રી તાપડીયાબાપુ બ્રહ્મલીન સંતશ્રી દયારામબાપુની તપોભૂમિ તરીકે ભારતભરમાં પ્રસિધ્ધ ધાર્મિક જગ્યા ના મહંત શ્રીદ્યનશ્યામદાસબાપુ પોતાની તપો અને કર્મભૂમિ બનાવી સમાજ ઉધ્ધારક તરીકે સંત સેવા દીપાવી અને મંદિર ના નવનિર્માણ કાર્ય વેગ અપાવી ૧૦૮ કુંડી યજ્ઞ મહોત્સવ,સાથે શ્રીરામચંદ્ર પંચાયતન સહિત લક્ષ્મીનારાયણ,રાધા કૃષ્ણ,શિવપંચાતન,અને શ્રીરામાનંદાચાર્ય મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા સહિત ભજન સંધ્યા નું આયોજન કરવા માં આવ્યું છે જેમાં તા.૨૩ બપોરે પ્રય્ચિત વિષ્ણુપૂજન,તા.૨૪ ૭.૧૫ કલાકે બાવનગજ ની ધ્વજા રોહણ ૭.૪૫ કલાકે અમરાપરા રામજીમંદિર ખાતે થી મૂર્તિ ની નગરયાત્રા નીકળી યજ્ઞ સ્થળે પધારશે સહિત દિવસ દરમ્યાન શાસ્ત્રોક કાર્ય અનેઙ્ગ વિવિધ કાર્યો કરવા માં આવશે તા.૨૩ રાત્રે સીતારામ ધુન મંડળ અને તા.૨૪ ના રાત્રે રાસ ગરબા તા.૨૫ રાત્રે ભજનિક દેવરાજભાઈ ગઢવી બીપીનભાઈ સઠીયા સાજીંદા વૃંદ સહિત ભજન સંધ્યા રજુ કરશે.

મહંતશ્રીદ્યનશ્યામદાસજી ના જણાવ્યા મુજબ નુતન મંદિર માં મૂર્તિપ્રર્તિષ્ઠા માટે એક લાખ જેટલા ગ્રામ્ય અને શહેરી દર્શનાર્થી ભાવિક ભકતો અને ૫૦૦૦ જેટલા સાધુ સંતો મહાનુભાવો ઉપસ્થિત ધર્મસભા યોજવા માં આવશે આગામી દિવસો માટેની તૈયારી કરવા બાબરા અમરાપરા અને ગ્રામ્ય વિસ્તારની ૧૦૦૦ મહિલા પુરુષની સ્વયંસેવક ટીમ કામ કરી રહીછે અને નવ નિર્માણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના ધર્મોત્સવમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

(1:09 pm IST)