Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં યોગ શિક્ષકોનો અભાવ છતાં ત્રણ દિવસ વિદ્યાર્થીઓને યોગ કરવા મળશે

વઢવાણ તા. ૧૯ : સુરેન્દ્રનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંની સરકારી શાળાઓમાં યોગ શિક્ષકોનો આભાવ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓને ફકત ત્રણ દિવસની યોગ શિબિરમાં જ યોગ કરવા મળશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત આજુબાજુના તાલુકામાં અનેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પીટી શિક્ષક નો લાભ મળતો નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓમાં યોગ શિક્ષકની નિમણૂક છેલ્લા ઘણા સમયથી સરકાર શ્રી દ્વારા કરવામાં આવી નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ બાબતે વિધાનસભામાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી અગાઉ વિધાનસભામાં પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળામાં શિક્ષકની નિમણૂક થાય અને ગુજરાતની મોટાભાગની સરકારી શાળાઓમાં યોગ શિક્ષક ની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તે છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા રજૂઆત એક વર્ષ બાદ પણ હજુ સુધી જિલ્લાની શાળાઓમાં યોગ શિક્ષક ની અને ખાસ કરી પીટી શિક્ષકોની ભરતીઓ કરવામાં આવી નથી.

મહર્ષી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતિ નિમિત્તે ઝાલાવડ યોગ સમિતિ, ગુજરાત રાજય યુવક બોર્ડ અને ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સંયુકત પ્રયાસોથી શહેરની આર્ટસ કોલેજ ખાતે ત્રિદિવસીય નિઃશુલ્ક ઝાલાવડ યોગ શિબિરનું આગામી તા.૨૦ ફેબુ્રઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે..

જેના પ્રથમ દિવસે અંદાજે ૫૦૦૦થી વધુ લોકોએ એક સાથે ૩ મિનિટથી વધુ સમય સુધી ત્રાડાસન યોગ કરીને નવો રેકોર્ડ વધાર્યો હતો અને ઝાલાવાડનું રોશન કર્યું હતું. અગાઉ ત્રાડાસન માટેનો રેકોર્ડ ૨.૭૫ મીનીટ માટેનો હતો અને તેમાં અંદાજે ૩૮૦૦ લોકોએ એક સાથે ત્રાડાસન, યોગાસન કર્યું હતું. જયારે આ નવો રેકોર્ડ નોંધાવવામાં પતંજલી યોગ સમિતિ, આર્ટ ઓફ લીવીંગ, આર્ય સમાજ, પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, આયુષ મંત્રાલયો, લકુલીષ યોગ યુનિવર્સીટી, ગાયત્રી શકિત પીઠ, હાર્ટફુલનેશ, યુવારન ફાઉન્ડેશન, યુવી યોગા, ઉમીયા મંદિર સહિતનાઓ જોડાઈ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ આ તકે ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડના હોદ્દેદારો આગેવાનો હિત જિલ્લા શિક્ષણાધિકારીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા પોલીસ કંન્ટ્રોલ, એનસીસી અને હોમગાર્ડસ વિભાગ, દરેક વેપાર ઉદ્યોગ એસોશીએસનો દરેક અલગ-અલગ સામાજીક ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી.ઙ્ગ

આ તકે સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુજંપરા ધનજીભાઈ પટેલ, ગુજરાત રાજય યોગ બોર્ડના શીષુપાલજી રાજકોટ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ઉપ-પ્રમુખો, જીજ્ઞાાબેન પંડયા, ભોજરાજસિંહ જાડેજા, ઝલાવાડ ફેડરશેન ઓફ ટ્રેડના કિશોરસિંહ ઝાલા, કમલેશભાઈ રાવલ, ઘનશ્યામભાઈ રાવધરીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના રાજયના પ્રમુખ અશ્વિભાઈ ત્રિવેદી અને દિવ્યાંગ ગાંઘીએ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું અને દરેકને અભિનંદન પાઠયાંહતાં તેમજ દિવસ ચાલનાર આ યોગ શિબિરમાં ઉપસ્થિત રહેવાં જણાવ્યું હતું.

સાંસદ મહેન્દ્ર ભાઈ મુંજપરા અને વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ આ યોગ શિબિરમાં જોડાયા હતા. આ આગેવાનો દ્વારા અગાઉના સમયમાં જિલ્લાના વિદ્યાર્થીઓ યોગ વિશે માહિતગાર થાય અને તાલીમબદ્ઘ રીતે ઉપયોગ કરી શકે તે માટે શું સરકારશ્રીના આગામી સમયમાં રજૂઆત કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું.(૨૧.૧૩)

(1:08 pm IST)