Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સુરત -જુનાગઢનું ૨૦૦૦ પરિવારોનું અનોખું કુટુંબ એટલે વસુદેવ કુટુંબની ભાવનાનો પ્રેરક સંદેશ

દામનગર,તા.૧૯: સુરત શહેરમાં જૂનાગઢ સુરતનું ૨૦૦૦ પરિવારો નુંઙ્ગ અનોખું કુટુંબ 'રીયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન' ગુજરાતના સર્વ ટ્રસ્ટી સામાજીક સંસ્થાઓ દાતાઓની પ્રેરણાત્મક પહેલ રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન જુનાગઢ અને સુરત વસુદેવ કુટુંબ ભાવના નો અનેરો સંદેશ અર્પે છે.

જૂનાગઢ સુરતનું એક એવુ પારીવારીક ભાવનાઓ સાથે જોડાયેલુ નામ 'રીયલ ફ્રેન્ડ્સઙ્ગ ઙ્ગફાઉન્ડેશન' જેમા ૨૦૦૦ હજારો પરિવારો મિત્રભાવથી પારિવારીક ભાવથી જોડાયેલા છે.

આ સંસ્થામાં જ્ઞાતી,જાતી, ભાષા ધર્મ સંસ્કૃતિના કશાઙ્ગ ભેદ વગર 'જેમ દિવે દીવો પ્રગટે' તેમ કોઈ પણ ભેદભાવઙ્ગ વિના માનવતા મહેકાવવાઙ્ગ ગ્રુપના કોઈ પણ પરિવારોમાં લગ્ન સહાય આપી પરિવારની એકયતા ભાતૃપ્રેમ સંયુકત કુટુંબ ભાવનાની સુંદર ફરજ બજાવે છે.

રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન અત્યાર સુધી માં દીકરા-દીકરીઓ જેમના લગ્ન ના દિવસે રુપિયા એક લાખની લગ્ન સહાયનો ચેક ચાંદલાના રુપે અર્પણ કરે છે અનેઙ્ગ તા.૧૬સુધીમા એકવીસ દીકરા-દીકરીઓનેઙ્ગ એક એક લાખના ચેક આર્પણ કરી ચુકયું છે.આ રીયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન બે હજાર પરિવાર નુ ગૃપ બનાવી ચુકયુ છે અનેે તેનો એકજ ધ્યેય છેઙ્ગ આ તમામ પરિવારો જેઓ તેમની સાથે જોડાયેલા છે તેઓ અને જે જોડાવા માંગે છે તેઓના ઘરે લગ્ન ના દિવસે એક લાખ રુપિયા નો ચેક પહોંચાડી શકાય.અને વસુદેવ કુટુંબ ભાવના વધુ દ્રઢ બનાવી શકાય તેવા સંયુકત કુટુંબ ભાવના અને સામાજિક સંવાદિતા ઉભી કરવા ના ઉદેશ સાથે અનોખી પહેલ કરતી સંસ્થા રિયલ ફ્રેન્ટ્સ ફાઉન્ડેશન નામ જ પર્યાપ્ત છે રિયલ ખરા રૂપે રિયલ માં ૨૦૦૦ પરિવારો નું વિશાળ કુટુંબ એકતાનો સુંદર સંદેશ આપે છે

(1:05 pm IST)