Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સંપ્રદાયને નીચો પાડવા, સત્સંગની પ્રવૃત્તિને હાનિ પહોંચાડવા સામે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા જંગી રેલી

માસિક ધર્મ અંગેની સ્વામીની વાયરલ કલીપ અંગે મંદિરનો ખુલાસો

 ભુજ, તા.૧૯: ભુજ સ્વામિનારાયણ મંદિરના શ્રી કૃષ્ણ સ્વરૂપસ્વામીની માસિક ધર્મ અંગે ટિપ્પણી કરતી વાયરલ થયેલ વીડીયો કલીપ અંગે ભુજ સ્વામિનારાયણ મંદિરે ખુલાસો કર્યો છે. આ વીડિયો કલીપ એક વર્ષ જૂની છે. સ્વામી મહિલાઓનું પૂરું સન્માન કરે છે. મીડીયામાં કલીપ વાયરલ કરી, ખોટા સમાચારો પ્રસિદ્ઘ કરી, નિવેદનો આપવાની પ્રવૃતિઓ દ્વારા ભુજ સ્વામીનારાયણ મંદિરની સત્સંગ પ્રવૃતિઓ તેમ જ સ્વામિનારાયણ સંપ્રદાયને નીચો પાડવા સામે નારાજગી વ્યકત કરાઇ છે. આજે ભુજમાં જંગી ધર્મસભા તેમ જ રેલીનું આયોજન કરાયું છે.

જો કે આ વિડીયો કિલપ એક વર્ષ પહેલાની હોવાનું ચર્ચાઇ રહ્યુ છે ત્યારે શુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંત એક વર્ષ પહેલા પણ આવી ટિપ્પણી કરી શકે ખરા? તે પ્રશ્ન છે.

(11:53 am IST)