Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સરધારમાં ખાનગી માલીકીની જમીન ઉપર ટાંકો બનાવવા સામે ફોજદારીની ચેતવણી

રાજકોટ, તા., ૧૯: સરધારમાં રહેતા કેશુભાઇ ગોહેલે કલેકટર સહીતના મહેસુલ અધિકારીઓને પત્ર પાઠવી ગામમાં ઉંચો ટાંકો બનાવવાની કામગીરીની જગ્યા બાબતે રજુઆત કરી હતી.

તેમણે જણાવેલ કે ગ્રામ પંચાયત દ્વારા જે જગ્યાએ ટાંકો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જમીન અમારી સ્વતંત્ર માલીકીની છે.

જેના આધાર પુરાવા પણ છે. તેમજ અમારી માલીકીની જમીનમાં જે માલ સામાન નાંખવામાં આવે છે તે તાત્કાલીક હટાવી લેશો નહી તો ફોજદારી કરાશે.

(11:53 am IST)