Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ગોંડલમાં શાંતાબેન મકવાણા અને બેનાબેન મકવાણાની ધોલધપાટ

રમેશ, આશિષ, મેહુલે લાકડી ઢીકા-પાટુ માર્યા

રાજકોટ તા. ૧૯: ગોંડલ રેલ્વે સ્ટેશન પાસે મફતીયાપરામાં રહેતાં શાંતાબેન મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૬૦) અને બેના મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૩૦)ને રાત્રે દસેક વાગ્યે બોલાચાલી કરી ઘર નજીક રહેતાં રમેશ, આશિષ, મેહુલ સહિતનાએ ઢીકા-પાટુ અને લાકડીનો માર મારતાં ગોંડલ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી. જો કે બંને રાત્રે જ રજા લઇ જતાં રહ્યા હતાં.

(11:51 am IST)