Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કચ્છના ભચાઉમાં વાડીમાં કામ કરવા ગયેલ બાળા ઉપર દુષ્કર્મ

 ભુજ તા. ૧૯ : ભચાઉના કબરાઉ ગામના વાડી વિસ્તારમાં હવસખોર આરોપીના હાથે ૧૪ વર્ષીય માસુમ બાળા પિંખાઈ હતી. એકલતાનો લાભ લઈને વાડીમાં કામ કરવા ગયેલ બાળા ઉપર આરોપી ઇસમે અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગે ભચાઉ પીએસઆઇ જેતપુરીયાએ ગુનો નોંધાયો હોવાનું જણાવીને પોકસોના નવા કાયદા હેઠળ ભોગ બનનારની સાથે હવે આરોપીનું નામ પણ જાહેર નહીં કરી શકાય એવું જણાવ્યું હતું. જોકે, આરોપીઓના નામ આપવા માટે કાયદો ઘડનાર સરકાર દેશમાં બળાત્કાર વિરુદ્ઘ આકરા કાયદાઓ માટે થઈ રહેલી માંગણીઓ અને બળાત્કારીઓ સામેના ગુનામાં ઝડપભેર ચુકાદાઓ આવે તે માટેની રજૂઆતોનો ગંભીરતા પૂર્વક અમલ કરી આરોપીઓને આકરી સજા ફટકારવા માટે ઝડપભેર કાર્યવાહી કરે તે જરૂરી છે. ઓછી વસ્તી ધરાવતા કચ્છ જેવા છેવાડાના જિલ્લામાં પણ બળાત્કારના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

(11:59 am IST)