Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જૂનાગઢમાં ૨૪૭ સીસીટીવી કેમેરા કાર્યરત

જૂનાગઢઃગુજરાત સરકારના VISWAS પ્રોજેકટ અન્વયે જુનાગઢ શહેરમાં કુલ – ૫૩ લોકેશન ઉપર કુલ – ૨૪૭ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. જુનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્રારા આ તમામ જંકશન ઉપર મોનીટરીંગ કરી, ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ (ઇ-મેમો) ઇસ્યુ કરવાનું શરુ કરવામાં આવી રહેલ છે. જુનાગઢ પોલીસ દ્રારા જે જે વાહન ચાલકો દ્વારા મોટર વ્હિકલ એકટ નો ભંગ કરવામાં આવશે તેની ઉપર સતત વોચ રાખવામાં આવશે. વાહન ચાલકોને ઇ મેમો ઘરે મળી જશે અને લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વાહન ચાલકોને ઇસ્યુ થયેલ ઇ-ચલણનો દંડ રોકડમાં ભરી શકશે અને  દંડ ઓનલાઇન ભરવા માટે www.echallanpayment. gujarat.gov.in અથવા કેસ પેમેન્ટ ભરવા માટે 'નેત્રમ' (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર), પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી, જરૂરી દસ્તાવેજો પુરાવા સાથે દંડ ભરી શકાશે.

(1:10 pm IST)