Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

એલઆરડી, અનામત અને વિદ્યાર્થીનીઓના માસિક ધર્મની તપાસના મુદ્દે પગલાં ભરવા ભુજમાં જંગી રેલી

(ભુજ) ગાંધીનગરમાં એલઆરડી ભરતી પ્રકરણ, એસસી, એસટી અનામતના ઠરાવ સહિતના આંદોલનને ટેકો આપવા ભુજમાં દલિત અધિકાર મંચે જંગી રેલીનું આયોજન કર્યું હતું. મંચના કચ્છના પ્રમુખ નરેશ મહેશ્વરીએ  ભાજપ સરકારની નીતિની આકરી ઝાટકણી કાઢી હતી. કચ્છ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને નરેશ મહેશ્વરીએ મીડીયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, એલઆરડી પરીક્ષામાં પાસ થયેલ એસસી એસટી સમાજની તમામ મહિલાઓને સરકાર નોકરી આપી. ગુજરાત સરકાર અનામત અંગેનો તા/૧/૮/૨૦૧૮ નો ઠરાવ રદ્દ કરવો. ડો. બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ ભુજમાં વિદ્યાર્થીનીએ કરેલ આપઘાતની તપાસ કરવામાં આવે અને ભુજની સહજાનંદ કોલેજમાં ૬૪ યુવતીઓની માસિક ધર્મની તપાસમાં જેમને બચાવવાના પ્રયાસો થાય છે તે કસૂરવારો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવે.

(1:05 pm IST)