Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગારીયાધારના ચર્ચાસ્પદ છેતરપીંડી કેસના આરોપી ધમલી મેડમની ધરપકડ

ભાવનગર તા. ૧૮ : ગારીયાધાર પી.એસ.આઈ. કે.એચ.ચૌધરી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ ટીમ બનાવેલ હોય જે અન્વયે છેતરપીંડી ના ગુનો જેમા ફ.ગુ.ર.નં. ૪૫/૨૦૧૮ આઇ.પી.સી.ક. ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ઙ્ગ મુજબના કામે છેલ્લા બે વર્ષ થી નાસતા ફરતામહિલા આરોપી ધર્મીષ્ઠાબેન ઉફ ધમલી મેડમ ઉફ માયા અરવીંદભાઇ બાવચંદભાઇ પરમાર / બાબર ઉવ.૩૨ રહે. વીદ્યાનગર ગારીયાધાર તથા હર્ષદભાઇ ઉર્ફે હરેશ ઉર્ફે મુન્નો ભીખાભાઇ ટાક / રાજપુત ઉવ.૪૪ રહે. બ્રહ્માણીનગર ગારીયાધાર ઘણા બધા ગુનાઓ આચરી ચુકેલ ગુનોગારો સાથે મળી ફર્નીચરના વેપારી દેવેન્દ્રભાઇ શાહ સાથે રૂ. ૧૦ તથા ૨૦ તથા ૫૦ની નાની નોટો આપી તેના બદલે ૫૦૦ તથા ૨૦૦૦ની મોટી નોટો આપે તો ૧૦ ટકા કમીશન ની લાલચે રૂપીયાની મોટી નોટો ના બદલે ૧૦ ટકા કમીશન સાથે મુળ રકમ આપવાની લાલચે વેપારી પાસે થી રૂપીયા છેતરી પડાવી લેવા પુર્વઆયોજીત કાવતરૂ કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી વેપારી પાસે રૂપીયા પડાવી ગુન્હો કરી ભાગી ગયેલ હતા સદરહુ ગુનાના કામે બંને આરોપીઓ બે વર્ષથી બંને આરોપીઓ ભાગતા ફરતા હતા જે બંને આરોપીઓનેઙ્ગ ગારીયાધાર પોલીસે વડોદરા ખાતે થી પકડી પાડેલ છે હાલમા તપાસ શરૂ છે.

(12:06 pm IST)