Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પ્ર. પાટણમાં ગેસ સીલીન્ડરમાં ભાવ વધારાનો વિરોધ

 પ્રભાસ પાટણ :.. તાજેતરમાં સરકાર દ્વારા ગેસ સીલીન્ડરનાં ભાવમાં ૧૪પ જેવો જંગી વધારો કરતા ગૃહણીઓનાં બજેટ ડામડોળ થયેલ છે. અત્યારે દરેક ચીજ-વસ્તુના ભાવો આસમાને છે અને તેમાં ગેસ સીલીડરનાં ભાવોમાં તોતીંગ વધારો કરતા ગૃહીણીઓમાં કકળાટ શરૂ થયેલ છે. આ ભાવ વધારો તાત્કાલીક ધોરણે પાછો ખેંચે તે માટે ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ સંગીતાબેન ચાડયા, ઉપપ્રમુખ મુળીબેન નાઘેરા, વેરાવળ તાલુકા પ્રમુખ બામણીયા મીનાબેન જીલ્લા મંત્રી મંજુબેન સોલંકીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા બેનરો સાથે રેલી કાઢી અને કલેકટરનાં માધ્યમથી વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરેલ છે અને ગેસ સીલીન્ડરના ભાવો તાત્કાલીક પાછા ખેંચવા માંગણી કરેલ છે. તે તસ્વીર. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(10:33 am IST)