Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

એ.બી.વી.પી. દ્વારા ગોંડલમાં 'સેમેસ્ટર સિસ્ટમ' સામે વિરોધ

સહી અભિયાન - પોસ્ટ કાર્ડ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત

ગોંડલ તા. ૧૯ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતમાં UGમાંથી સેમેસ્ટર પ્રથા બંધ કરવા માટે ગુજરાતની દરેક શાખામાં સેમેસ્ટર પ્રથા વિરુધ મુહિમ શરુ કરવામાં આવી છે. જેમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓનું મોટી સંખ્યામાં સમર્થન આપી રહ્યા છે. વિદ્યાર્થી ઓ દ્વારા ૪૫૦ પોસ્તકાર્ડ લખાયા.

આ અંતર્ગત ગોંડલ નગર દ્વારા પણ વિવધ કાર્યક્રમો કરાયા હતા જેમાં વોલ રાઈટીંગ, રોડ રાઈટીંગ, સાઈન કેમ્પેઈન વિવધ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યા હતા. તેમજ બે દિવસ દરમ્યાન પોસ્ટકાર્ડ વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યા હતા જે શિક્ષણ મંત્રી ને મોકલવવામાં આવનાર છે. આ મુહિમમાં બહોળી સંખ્યામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સમર્થન આપી રહ્યા છે. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ વિવધ કોલેજ માં જઈ ને સેમેસ્ટર ના ગેરફાયદા ઓ વિદ્યાર્થી મિત્રો ને જણાવવામાં આવ્યા હતા.

અભ્યાસક્રમમાં ભણાવવા માટે પુરતો સમય મળતો નથી, માત્ર ૪૦-૫૦ દિવસનું વર્ગખંડ શિક્ષણ થાય છે, વિદ્યાર્થી દીઠ પ્રાધ્યાપકોની સંખ્યા ખુબજ ઓછી છે, સેમેસ્ટરના કારણે વર્ષમાં ૪ વખત પરીક્ષાઓ લેવાય છે, જેમાં ૨ આંતરિક અને ૨ મુખ્ય પરીક્ષાઓ લેવાય છે, વિદ્યાર્થીઓ પર પરીક્ષા ફી નું આર્થિક ભારણ બમણું થાય છે, વારંવારની પરીક્ષાઓને કારણે પ્રાધ્યાપકનો સમય પરીક્ષાઅને પરીણામમાં જ જતો રહે છે, વધુ પરીક્ષઓને કારણે વિદ્યાર્થીઓની મૌલિકતા અને સર્જનશકિત અવરોધાય છે, યુવક મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ , ફ.લ્.લ્. અને ફ.ઘ્.ઘ્. જેવી ઈતર પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓની સહભાગીતા ઘટી છે, ઘ્ગ્ઘ્લ્ પ્રથામાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની ચોઈસ મળતી નથી.(૨૧.૧૪)

 

(10:48 am IST)