Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ખોખડદળના પુલ પર કારની ઠોકરે રિક્ષા ચડતાં ત્રણને ઇજા

હુડકોમાં રહેતાં મોચી વૃધ્ધા, તેના દિકરી અને જમાઇ ઘવાયા

રાજકોટ તા. ૧૯: ખોખડદળના પુલપાસે રાત્રીના એક કારના ચાલકે રિક્ષાને ઠોકરે લેતાં રિક્ષામાં બેઠેલા હુડકો રાજલક્ષ્મી સોસાયટીના ગોૈરીબેન તુલસીભાઇ ચોૈહાણ (ઉ.૬૫) નામના મોચી વૃધ્ધા તથા સાથેના તેમના દિકરી મધુબેન યોગેશભાઇ વાઘેલા (ઉ.૪૫) અને જમાઇ યોગેશભાઇ અમૃતલાલ વાઘેલા (ઉ.૫૨)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

(10:45 am IST)