Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

 ડેડાણ : અમરેલી જિલ્લા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત ના ચિચાય વિભાગ ચેરમેન અને આરોગ્ય વિભાગ ના સદસ્ય દ્વારા ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી હતી.  પૂર્વ પ્રમુખ આનંદ ભટ્ટ જિલ્લા પંચાયત ચિચાય ના વિભાગ ના ચેરમેન અને આરોગ્ય વિભાગ ના સદસ્ય નરેન્દ્રભાઈ ફિડોળીયા.જિલ્લા પંચાયત ના સદસ્ય અને આરોગ્ય વિભાગ ના સદસ્ય અરવિંદભાઈ ચાવડા દ્વારા ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને હાલમાં ફરી કોરોના ના કેસો માં સતત વધી રહ્યા છે ત્યારે ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર સાથે વેકસીનેશન તેમજ રેપિટ ટેસ્ટ વિશે  ચર્ચા કરવામાં આવી હતી.

(12:44 pm IST)