Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્ટનો આજે જન્મ દિવસ

ઓગષ્ટ કોમ્ટ ફ્રાંસના દાર્શનિક હતા. સમાજશાસ્ત્રના ઉદભવ-વિકાસમાં તેમણે પાયાનો ફાળો આપ્યો હોવાથી તેઓ ફેન્ચ સમાજશાસ્ત્રી તરીકે નામના મેળવી ગયાં છે. તેમણે સમાજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને દર્શનશાસ્ત્રમાંથી અલગ પાડી ૧૮૩૮માં સમાજશાસ્ત્ર નામ આપ્યું, શરૂઆતમાં તેમણે સમાજનો વૈજ્ઞાનિક પદ્ઘતિથી અભ્યાસ કરતાં વિજ્ઞાનને સામાજિક ભૌતિકશાસ્ત્ર નામ આપ્યું હતું પરંતુ પાછળથી તેમણે આ વિજ્ઞાનને 'સમાજશાસ્ત્ર' નામ આપ્યું. સ્પેનસરે આ નામ સ્વીકાર્યું તેથી વિદ્વોનોમાં તેને સ્વીકૃતિ મળી. આથી કોમ્ટ સમાજશાસ્ત્રના પ્રણેતાઓ (Pioneers) પૈકીના એક પ્રણેતા ગણાય છે. તેમને સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ મળ્યું છે.

જીવન અને શિક્ષણઃ ઓગષ્ટ કોમ્ટનો જન્મ ઈ. સ. ૧૭૯૮માં ૧૯ મી જાન્યુઆરીના દિવસે ફ્રાન્સમાં મોન્ટપિલિયર નામના સ્થળે કેથોલિક કુટુંબમાં થયો હતો. બાળપણમાં કોસમ્ટનું આરોગ્ય નબળું હતું પણ બીજાં બાળકો કરતાં બે બાબતોમાં તે જુદા તરી આવતાઃ એક તો, તેઓ અત્યંત બુદ્ઘિશાળી હતા, અને બીજું, તેઓ સત્તા સામે હંમેશાં માથું ઊંચકતા. નાનપણમાં જ તેમણે તેમના માતાપિતાના રાજકીય વિચારનો અસ્વીકાર કર્યો અને પોતાને રિપબ્લિકન તરીકે જાહેર કર્યા. પાછળથી તેમણે કેથોલિકવાદનો પણ અસ્વીકાર ર્યો. ૧૬ વર્ષની ઉંમરે તેમણે ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપ્યા હતાં. તેઓ પેરિસની ઇકોલ પોલિટેકનિક નામની શિક્ષણસંસ્થામાં દાખલ થયા હતા. એક સત્ત્।ાશીલ શિક્ષકનું રાજીનામું માગવા તેમણે દેખાવોનું આયોજન કર્યું, જેના લીધે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું. ત્યાંથી કાઢી મુકાયા પછી કોસ્ટ નારાજી સાથે ઘેર પાછા આવ્યા, પણ થોડા જ વરસોમાં તેઓ અભ્યાસ અર્થે પેરિસમાં પાછા ફર્યા.

કોમ્ટનું કાર્યઃ કોમ્સટએ પરીક્ષક, શિક્ષક, વ્યાખ્યાતા અને લેખક તરીકે નોંધપાત્ર કાર્ય કર્યું છે. કોમ્ટ તેમના વતનમાં વ્યાખ્યાનો આપીને પૈસા કમાતા, પરંતુ તેઓ માનસિક અસ્વસ્થતાનો ભોગ બન્યા. આપદ્યાત કરવાનો પણ તેમણે પ્રયાસ કરેલો, પરંતુ ત્યાર પછી તેમના પત્ની દ્વારા સારવારથી તેમના આરોગ્યમાં સુધારો થયો. મોટે ભાગે તેમને પોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટમાં પરીક્ષકનો હોદ્દો મળતો, ત્યાં તેઓ ગણિત શીખવતા અને ખગોળશાસ્ત્ર ઉપર સાપ્તાહિક વ્યાખ્યાનો આપતાં.

કોમ્ટ સૌથી વધુ જાણીતા ગ્રંથ Positive Philosophyનું લેખનકાર્ય ૧૨ વરસના પરિશ્રમને અંતે પૂરું થયું હતું. અધ્યાત્મવાદ પ્રત્યેની અભિમુખતાને લીધે તેઓ માનવજાતના પુનનિર્માણની યોજના ઘડવા તરફ વળવા લાગ્યા હતા. ૧૮૪૫-૪૬ ના બે વરસ સુધી તેઓ કલાષાઈલ્ડ ડી વીકસના પ્રેમમાં પડ્યાં. આ સ્ત્રીના પ્રેમથી તેમના જીવનમાં દ્યણું પરિવર્તન આવ્યું. તેમણે રજૂ કરેલા નવી માનવધર્મ અંગેના વિચારોમાં આ સ્ત્રી પ્રરેણામૂર્તિ બની. તેમના અનુયાયી ઓછા હતા. જહોન સ્ટુઅર્ટ મિલ જવા મિત્રની આર્થિક મદદ મળતાં તેના ઉપર તેમનું ગુજરાન ચાલતું. લોકોને તેમનાં પુસ્તકો સસ્તા મળી રહે એ માટે તેમણે પુસ્તકોની રોયલ્ટી લેવાની ના પાડી. દ્યણાં વરસો સુધી તેમણે સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને કામદારો સમક્ષરવિવારે વ્યાખ્યાનો આપ્યાં પણ તેનું કોઈ મહેનતાણું તેઓ લેતા નહીં.

કોસ્ટની ખ્યાતિ મુખ્યત્વે Positive Philosophy અને Positive Polity ઉપરઆધારિત છે. Positive Philosophy (૧૮૩૦-૪૨) એ તેમનો સૌ પ્રથમ ગ્રંથ હતો અને તે ૬ વોલ્યુમમાં પ્રગટ થયો હતો. આ ગ્રંથમાં તેમણે તત્કાલીન વૈજ્ઞાનિક અને સામાજિક ક્ષેત્રની સિદ્ઘિઓ વર્ણવી છે. આ ગ્રંથમાં જ્ઞાનની ત્રણ ક્રમિક અવસ્થાઓનો નિયમ, વિજ્ઞાનોનું વર્ગીકરણ, સમાજશાસ્ત્રની જરૂરિયાત, પ્રત્યક્ષવાદની લાક્ષણિકતાઓ અને સામાજિક ઘટનાઓના અભ્યાસમાં પ્રત્યક્ષવાદી પદ્ઘતિની ઉપયોગિતા, સમાજશાસ્ત્રનો અન્ય વિજ્ઞાનો સાથે સંબંધ, સામાજિક સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્રના સિદ્ઘાંતો વગેરે વિષયો પર વિચારણા કરી છે.

Positive Polity પણ તેમનો એટલો જ જાણીતો ગ્રંથ હતો. આ ગ્રંથના ચાર વોલ્યુમનું લખાણ ૧૮૫૧ થી ૧૮૫૪ દરમિયાન કર્યું હતું. આ ગ્રંથમાં તેમના અગાઉનાં લખાણોમાં રજૂ થયેલા સિદ્ઘાંતોનું વિસ્તૃતિકરણ છે. આમાં તેમના વિચારોની વધુ પુખ્ત અભિવ્યકિત થઈ છે. પ્રત્યક્ષવાદી સમાજરચના અને માનવધર્મ અંગેના વિચારો આ ગ્રંથમાં રજૂ થયા છે.

કોમ્ટેએનાં લખાણો વિશે સારી પેઠે વિવાદ પ્રવર્તે છે. જહોને સ્ટુઅર્ટ મિલ નામના જાણીતા વિદ્વાને તેમના Positive Philosophy વખાણ કર્યા છે. Positive Polityના લખાણ વાસ્તવિકતાથી વેગળું હોવાની ટીકા કરી છે. બીજા કેટલાક વિદ્વાનોએ કોસ્ટનાં લખાણોમાં રજૂ થયેલા વિચારોને વ્યવસ્થિત અને ઉપયોગી હોવાનું જણાવીને તેની પુષ્કળ પ્રશંસા કરી છે. સમાજશાસ્ત્ર જેવા વિજ્ઞાનના ઉદભવ-વિકાસમાં તેમણે પ્રારંભના વરસોમાં આપેલો ફાળો અમૂલ્ય ગણી રોકાય એવો છે. તેઓની ગણના સમાજશાસ્ત્રના પ્રણેતા તરીકે થાય છે. તેઓ સમાજશાસ્ત્રના આદ્યસ્થાપકો પૈકીના એક ગણાય છે. સમકાલીન સમાજશાસ્ત્રની વૈજ્ઞાનિક અને માનવતાવાદી પરંપરાનો એક બૌદ્ઘિકસ્રોત કોના વિચારો છે.(૨૩.૯)

લેખન

આસી.પ્રો.ડો સચિન જે પીઠડીયા

G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ -ભેસાણ

(12:42 pm IST)