Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

મોરબીના ગોકુલનગરમાં ૧૩ વર્ષની બાળકીને કાકા નરેશે મારમાર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વાર)મોરબી,તા. ૧૯: મોરબી શકત શનાળા બાયપાસ નજીક ગોકુલનગરમાં ૧૩ વર્ષની બાળકીને તેના કાકાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ભાયાણી બગસરા જી. અમરેલી અને હાલ બ્‍લુબેક સિરામિકની ઓરડીમાં રહેતા મધુબેન વિનુભાઈ વાદ્યેલાએ મોરબી એ ડીવીઝન પોલ્‍સમાં ફરિયાદ નોંધાવી છેકે તેની દીકરી રીંકલ (ઉ.૧૩) ને આરોપી દિયર નરેશભાઈ બાબુભાઈ વાદ્યેલા રહે-ગોકુલનગર શનાળા બાયપાસ મોરબી એ સામાન્‍ય બાબતે ઢીકાપાટુંનો માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



 

(11:36 am IST)