Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગોંડલ તાલુકાના ચોરડી ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉપસરપંચની બીનહરીફ વરણી

ગોંડલ,તા.૧૯: ગોંડલ તાલુકાના ચોરડી ગ્રામ પંચાયત ખાતે તાલુકા. અધિકારી હરપાલસિંહ ચુડાસમા તલાટી કમ મંત્રી રંજનબેનના અધ્યક્ષ સ્થાને ચુટણી પ્રક્રિયા હાથ ધરેલ હતી.

ત્યારે તમામ ચુટાયેલા સદસ્યોની હાજરી વચ્ચે ઈલેકશનની જગ્યાએ સિલેકશન કરી સરપંચ તરીકે ભોવાનભાઈ રૂડાભાઈ હદવાણી તથા ભરતભાઇ બાબુભાઈ મકવાણાની ઉપસરપંચ તરીકે સિલેકશન કરીને બીનહરીફ વરણી કરવામાં આવતા હર્ષભેર ગ્રામજનોએ આવકારી હતી આ વરણીને ચોરડીના અગ્રણી પરમાર ભૂપતભાઈ હસમુખભાઈ ગોહેલ ધીરૂભાઇ મકવાણા તથા કોળી સમાજ ના અગ્રણી હરેશભાઇ ગણોદિયા મનુભાઈ જમોડ પ્રવિણભાઇ મકવાણા સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.

(10:46 am IST)