Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પોરબંદરના પાલખડામાં શ્રી અર્જુનેશ્વર મહાદેવ અને શ્રી હરિવિષ્‍ણુ ભગવાનની મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવનો પ્રારંભઃ સોમવારે પુર્ણાહૂતિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯ :.. પોરબંદર નજીક આવેલ પાલખડા ગ્રામજનો દ્વારા તા. ૧૮ ને મંગળવારથી તા. ર૪ ને સોમવાર સુધી શ્રી અર્જુનેશ્વર મહાદેવ તથા શ્રી હરિવિષ્‍ણુ ભગવાનની મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરાયુ છે.
જેનો ગઇકાલથી પ્રારંભ થયો છે. જેમાં વર્તમાન કોરોના મહામારીને ધ્‍યાનમાં લઇ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગઇકાલે કળશયાત્રા નગરચર્યા શોભાયાત્રા આરતી તેમજ રાત્રે બજરંગ ધુન મંડળ દ્વારા ધુનનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ આજે ગણેશપૂજન મંડળ દેવતા આહવન સ્‍થાપના અને રાત્રે કિર્તન મંડળ દ્વારા કિર્તનો ગુરૂવારે હવન હનુમંત યજ્ઞ અને રાત્રે લોકડાયરો અને સોમવારે સ્‍થાપિત દેવ પૂજન મહાયજ્ઞ પ્રાણપ્રતિષ્‍ઠા મહાન્‍યાસ પુર્ણાહૂતિ થશે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ડેલી ફળીયા પરિવાર સહ સમસ્‍ત પાણખડા ગ્રામજનોએ જહેમત ઉઠાવી રહ્યાનું નરશીભાઇ જોષીએ જણાવ્‍યું હતું.  


 

(10:10 am IST)