Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કચ્‍છ કોંગ્રેસ પ્રમુખને કોરોનાઃ સૌરાષ્‍ટ્રમાં કેસમાં સતત ઉછાળો

ભાવનગર ર૩ર, મોરબી ૧૮ર, કચ્‍છમાં ૧૪૯ પોઝીટીવ કેસ નોંધાયાઃ લોકો માસ્‍ક, સેનેટાઇઝ અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનું પાલન કરે તે જરૂરી

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના કેસમાં સતત ઉછાળો આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
કચ્‍છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. જયારે ભાવનગરમાં ર૩ર, મોરબી ૧૮ર અને કચ્‍છમાં ૧૪૯ પોઝીટીવ કેસ નોંધાયા છે.
લોકો માસ્‍ક, સેનેટાઇઝ અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સનું પાલન કરે તે જરૂરી છે.
કચ્‍છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્‍છમાં કોરોના વધી રહ્યો છે. નવા ૧૪૯ કેસ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો ૭૨૭ થયો છે. ભુજ અને ગાંધીધામ બન્ને શહેરોમાં ૩૮ અને ૬૩ દર્દી નોંધાતાં સતત બન્ને શહેરો હોટ સ્‍પોટ બની રહ્યા છે. કચ્‍છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજાએ સોશ્‍યલ મીડિયા મારફત પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી સંપર્કમાં આવનારા તમામને કોરોના ટેસ્‍ટ કરાવવા અપીલ કરી છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે અને સોમવારે કોરોના વિસ્‍ફોટ થયો હતો જેમાં એક જ દિવસમાં ૧૮૨ નવા કેસ નોંધાયા છે જેને પગલે જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંક ૬૨૩ થયો છે.
નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૩૪ કેસો જેમાં ૬૩ ગ્રામ્‍ય પંથક અને ૭૧ શહેરી વિસ્‍તારમાં, વાંકાનેરના ૧૦ કેસો જેમાં ૦૫ ગ્રામ્‍ય અને ૦૫ શહેરી વિસ્‍તારમાં, હળવદ તાલુકાના ૦૪ કેસો જેમાં ૦૩ ગ્રામ્‍ય અને ૦૧ શહેરી વિસ્‍તારમાં, ટંકારાના ગ્રામ્‍ય પંથકમાં ૨૪ કેસો અને માળિયાના ગ્રામ્‍ય પંથકમાં ૧૦ મળીને નવા ૧૮૨ કેસો નોંધાયા છે.
તો ગઇકાલે વધુ ૫૧ દર્દીઓ સ્‍વસ્‍થ થયા હતા નવા કેસો સાથે જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંક ૧૮૨ થયો છે અને કોરોના વિસ્‍ફોટ જોવા મળી રહ્યો છે ત્‍યારે નાગરિકો વધુ તકેદારી રાખે અને રસીનો ડોઝ બાકી હોય તેવા નાગરિકો રસી મુકાવે તેવી અપીલ કરવામાં આવી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૨૦૦ દર્દીઓ કોરોનામુક્‍ત થયા છેᅠ ભાવનગર શહેર અને જિલ્લાના મળી કુલ ૨૦૦ દર્દીઓ કોરોનામુક્‍ત થયા છે.ᅠ ભાવનગર શહેરમાં ૨૦૨ પોઝીટીવ કેસ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ૩૨ કોરોના પોઝીટીવ મળી કુલ ૨૩૪ કેસ નોંધાયા છે. જયારે ભાવનગર શહેરમાંથી ૧૮૮ દર્દીઓ કોરોનામુક્‍ત થયા છે તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ૧૨ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે આમ ભાવનગરમાં ૨૩૪ કેસ નોંધાયા છે જયારે તેની સામે ૨૦૦ દર્દીઓ કોરોનામુક્‍ત થયા છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૧૬૯૪ થઈ છે.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : કોરોનાની ત્રીજી લહેરમાં તબીબો અને મેડિકલ સ્‍ટાફ જીવના જોખમે કોરોના વોરિયર્સ બની ફરજ નિભાવી રહ્યા છે ત્‍યારે હોસ્‍પિટલમાં સિસ્‍ટર તરીકે ફરજ બજાવતાં અને રોયલ રેસિડેન્‍સીમાં રહેતા હેતલબેન જે બાકરોલીયા ઉ.વ. ૪૪ દર્દીઓની સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ થવા પામ્‍યા હતા ત્‍યારબાદ તેમના પતિ પાંચિયાવદર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ કંબોડિયા પણ કોરોના પોઝિટિવ થયા હતા અને ત્‍યારબાદ દીકરી કૃપાલી અને દીકરો ક્રિશ પણ સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમણને એટલેથી જ અટકવુના હોય નર્સ હેતલબેન ના ભાભી કૃપાબેન આશિષભાઈ બાકરોલીયા ડિલિવરી માટે ગોંડલ આવ્‍યા હોય તે તેમના પતિ આશિષભાઈ અને દસ દિવસની નવજાત દીકરી, આઠ વર્ષની ઝલક પણ કોરોના પોઝિટિવ થઈ જવા પામ્‍યા હતા નવજાત બાળકી ને ઓક્‍સીજનની જરૂરિયાત પડે તેમ હોય તબીબોના સૂચનથી માનવ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ પ્રફુલભાઇ રાજયગુરુ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ મારફતે નવજાત બાળકી અને તેની માતાને રાજકોટ કેટીચિલ્‍ડ્રન હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા કોરોના એટલેથી જ ન અટકી નર્સ હેતલબેન ના માતા મંગળાબેન જયંતીભાઈ બાકરોલીયા ઉ.વ. ૬૮ ને ઝપટમાં લઈ લીધા હતા આ તકે પરિવારની પરિસ્‍થિતિ એવી વણસી હતી કે કોણ કોની સંભાળ રાખશે તેવા પ્રશ્નો ઉદભવ્‍યા હતા.
 જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : રાજયના પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા  (હકૂભા જાડેજા) બીજી વખત કોરોના પોઝિટિવ થયા છે.  હકુભા જાડેજાના પત્‍ની અને પુત્ર જગદીશસિંહ જાડેજાᅠ પણ કોરોના સંક્રમિત થયા છે. પરિવારના ત્રણેય સભ્‍યો હાલ હોમ આઈસોલેટ છે.

 

(11:06 am IST)