Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પારો ઉંચો ગયો છતા ઠંડુ હવામાન ગિરનાર ૭.૬ નલીયા ૧૦ ડિગ્રી

મોડી રાત્રીના અને વહેલી સવારના સામાન્‍ય ઠંડક બાદ હુંફાળુ વાતાવરણ : રાજકોટમાં ૭૩.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં સર્વત્ર ઠંડકમાં રાહત છે અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચો ચડી ગયો છે.
તેમ છતાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે ત્‍યારબાદ હુંફાળુ વાતાવરણ છવાયેલું રહે છે.  આજે ગિરનાર પર્વત ઉપર ૭.૬ ડિગ્રી, નલીયા ૧૦ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોષી) જૂનાગઢ : આજે જૂનાગઢ સહિત સોરઠમાં વધઘટ થયા વગર ગુલાબી ઠંડી રહી હતી.
જૂનાગઢ ખાતે સવારનું લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયુ હતું. પરંતુ વાતાવરણમાં ૮૫ ટકા લઇ ધુમ્‍મસ છવાય ગયું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૫ કિમીની રહી હતી.  જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે ૭.૬ ડિગ્રી ઠંડી રહી હતી. પર્વતીય વિસ્‍તારમાં ઠંડીનું મોજુ જારી રહેતા પ્રવાસીઓ મુશ્‍કેલીમાં મુકાય ગયા હતા.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ઠંડીનું જોર ઘટતા લોકોએ રાહત અનુભવી છે. જો કે પવનની ઝડપ ૧૪ કિલોમીટર યથાવત રહેવા પામી છે. ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૧૪.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે મહત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા અને પવનની ઝડપ ૧૪.૨ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

ક્‍યાં કેટલી ઠંડી
શહેર    લઘુત્તમ તાપમાન
ગિરનાર પર્વત    ૭.૬    ડિગ્રી
નલીયા    ૧૦.૦    ,,
અમદાવાદ    ૧૨.૮    ,,
જુનાગઢ    ૧૨.૬    ,,
વડોદરા    ૧૩.૮    ,,
ભાવનગર    ૧૫.૦    ,,
ભુજ    ૧૩.૪    ,,
દમણ    ૧૮.૬    ,,
ડીસા    ૧૧.૦    ,,
દીવ    ૧૭.૦    ,,
દ્વારકા    ૧૬.૩    ,,
ગાંધીનગર    ૧૦.૮    ,,
કંડલા    ૧૩.૬    ,,
ઓખા    ૧૯.૦    ,,
પોરબંદર    ૧૪.૧    ,,
રાજકોટ    ૧૩.૫    ,,
વેરાવળ    ૧૮.૫    ,,
સુરત    ૧૬.૪    ,,

 

(10:50 am IST)