Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

જાફરાબાદ બંદરના માછીમારોને 450 કિલો વજનની મગરું નામની વ્હેલ માછલી મળી

કિનારા પર તેને પરત લાવવા માટે કેનની મદદ લેવી પડી

અમરેલી : જાફરાબાદ બંદરથી માછીમારી કરવા માટે ગયેલી એક બોટને દરિયાની અંદર 60 નોટિકલ્સ માઇલ્સ પર 450 કિલોની મગરૂ નામની વ્હેલ માછલી મળી આવી હતી. આ માછલી એટલી વજનદાર હતી કે જાફરાબાદ કિનારા પર તેને પરત લાવવા માટે કેનની મદદ લેવી પડી હતી. આ માછલીને જોવા માટે લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા. આટલી વિશાળકાય માછલીઓ જોઇને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. માછલીનાં લાખો રૂપિયા ઉપજે તેવી સંભાવના છે. જેથી ક્રેનની મદદથી માછલીને ફિશિંગ કંપની વેરાવળ બંદરથી લઇ જવામાં આવી હતી.

આ માછલી કોડલીવર ઓઇલનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. નિષ્ણાંતોના અનુસાર કોડલીવર ઓઇલનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. અનેક પ્રકારની મલ્ટી વિટામીનની દવામાં પણ કોડલીવર ઓઇલ વપરાતું હોય છે. ત્યારે આ માછલીનાં લાખો રૂપિયા ઉપજે તેવી શક્યતા છે. માછીમારો દરીયો ખેડવા માટે અવાર નવાર જતા હોય છે. ત્યારે અરબી સમુદ્રમાં ભઉલી પડેલી મગરૂ જાફરાબાદનાં માછીમારોને મળી આવી હતી.

(7:50 pm IST)