Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ખીરી પાસે ડીઝલ ભરેલા ટેન્કરની ગુલાટઃ ડ્રાઇવર-કલીનરને ઇજા

જામનગર-જોડિયા ધોરી માર્ગ પર ખીરી ગામની ગોલાઇ પાસે  આજે વહેલી સવારે જીજે ૧૦ટીએકસ-ર૬૧પ  નંબરનુ ડીઝલલ ભરેલ ટેન્કર એકાએક પલ્ટી મારી ગયુ હતુ. ટેન્કરની કેબીનમાં બેઠેલા તેના ચાલક અને કલીનરને સામાન્ય ઇજા થઇ હતી.

આ ટેન્કરની બે ટાંકીઓ પૈકી એક ટાંકીમાંથી ૭૦ ટકા જેટલું ડીઝલ ઢોળાઇ ગયુ હતુ. બનાવની જાણ થતા જામનગર મહાપાલીકાની ફાયર બ્રિગેડની ટુકડી વગેરે ઘટના સ્થળે દોડી  ગયા હતા.  ક્રેઇન દ્વારા ટેન્કરને ફરી ઉભુ કરેલ હતુ. જાખર ગામના અજીતસિંહ જાડેજાની માલિકીના ટેન્કરમાં  ન્યારા એનર્જી કંપનીમાંથી રર હજાર લીટર જેટલો પેટ્રોલ-ડિઝલનો જથ્થો ભરીને કચ્છ તરફ મોકલવામાં આવી રહ્યો હતો. તે દરમયાન ખીરી ગામ પાસે આ બનાવ બન્યો હતો.

(12:23 pm IST)