Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ગીર સોમનાથમાં દીકરીને ઝેરી દવા પીવડાવી હત્યા કરતો પિતા

પરિવારજનોને ચૂપ રહેવાની ધમકી પણ આપીઃ મામા-નાની બહેનની ફરિયાદ પરથી પોલીસે ઝડપી લીધો

વેરાવળઃ બેટી બચાવ અને બેટી પઢાવના સરકારના સુત્રની વચ્ચ્ે ગીર સોમનાથ જીલ્લાના રામપરા ગામમાંથી હિચકારી ઘટનાની સનસનીખેજ વિગતો બહાર આવી છે. જેમાં અભ્યાસ કરવા માંગતી ૧૬ વર્ષની પુત્રીને ભણવા ન દેવા બાબતે  પિતાએ ઝેરી દવા પીવડાવી ત્ણ માસ પહેલા મોતને ઘાટ ઉતારી હતી.  પ્ર.પાટણના પીઆઇ જી.એમ. જેઠવાએ જણાવેલ કે સાડા ત્રણ માસ પહેલા રામપરા ગામે રહેતો અને ઇણાંજ ગામની સીમમા રહેતા પરીવારની એક બાળકીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધા અંગે મોતની પોલીસમા ફરીયાદ નોંધાઇ હતી.

મૃતક બાળકીના મામાની અરજી અને નાની બહેનની કેફીયતના આધારે પોલીસે તપાસ હાથ ધરી હત્યારા પિતા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:22 pm IST)