Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

અમરેલીની વિદ્યાસભા સંકુલમાં વિદ્યાર્થીનીઓને કુતરાવાળા રૂમમાં પુરી દઇ ત્રાસ ગુજારાયોઃ ફરિયાદ

સરકારી મંડળીનાં ડ્રાઇવરે ખોટા બીલો બનાવી ૯૨ હજારનો વિશ્વાસઘાત કર્યો

અમરેલી તા.૧૯: અત્રેનાં વિદ્યાસભા સંકુલમાં વિદ્યાર્થીનીઓ ઉપર ત્રાસ ગુજારાયો હોવાની પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવની વિગતો મુજબ અમરેલી વિદ્યાસભા સંકુલમાં અભ્યાસ કરતી નિતાબેન ચંદ્રકાન્તભાઇ સેલાણીની પુત્રી સહિત ૧૦ જેટલી વિદ્યાર્થીની ઉપર આજ સંકુલના શિક્ષીકા હિનાબેન, સેજલબેન, ગીતાબેન, હસમુખભાઇ સહિત પાંચ શિક્ષીકાઓએ વિદ્યાર્થીનીઓને રૂમમાં નહી બેસવા દઇ કુતરાવાળા રૂમમાં બેસાડી કુતરૂ કરડાવવાની ધમકી આપી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ થવા પામી છે.

લાઠીનાં ઇંગોરાળામાં કેબલ વાયરની ચોરી

લાઠીના ઇંગોરાળામાં ગૌતમ ધનશ્યામભાઇ જાગાણીની તથા સાહેદની વાડીમાંથી કેબલ વાયર તથા સબમર્શીબલ પંપ મળી કુલ કિ.રૂ ૪૫ હજારના મુદ્દામાલની કોઇ તસ્કરો ચોરી કઇ લઇ ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં થવા પામી હતી.

સહકારી મંડળી સાથે વિશ્વાસઘાત

અમરેલી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીમાં કરાર આધારિત ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો જીગર એ કામદાર નામના શખ્સે મંડળીમાં ખોટા બીલો રજુ કરી ડીઝલના વાાઉચર બતાવી કિ.રૂ ૯૨૪૮૬નો વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થવા પામી હતી.

પથ્થરના ઘા કરવા પ્રશ્ને હુમલો

અમરેલીમાં સાવરકુંડલા રેલ્વે ફાટક પાસે રહેતા કરશનભાઇ ભીખાભાઇ સોલંકીએ કાળુભાઇ વેલશીભાઇ વાઘેલા, મેહુલ મછુ, રામકુમના સહિત ચારને પથ્થરના ઘા કરવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ કુહાડીનો એક ઘા માથા ઉપર મારી ગંભીર ઇજા કરી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં થવા પામી છે.(૧.૩૧)

(3:56 pm IST)