Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય પતંગમહોત્સવ સંપન્ન

 વેરાવળ તા.૧૯ : સોમનાથમાં મકરસંક્રાંતિના દિવસે ચોપાટીમાં ભવ્ય પતંગ મહોત્સવ યોજાયેલ હતો. જેમાં પ્રભાસપાટણ તેમજ આજુબાજુ વિસ્તારના પરિવારો તેમજ મોટી સંખ્યામાં દેશ વિદેશથી ઉમટી પડેલ હતા. રંગબેરંગી પતંગોથી આકાશ ભરાઇ ગયેલ હતુ.

સોમનાથ ચોપાટીમાં બીજા વર્ષે સોમનાથ ટ્રસ્ટના સહકારથી ગીર સોમનાથ મિડીયા સેન્ટર તેમજ સોમનાથના પત્રકારો દ્વારા ભવ્ય પતંગ મહોત્સવનુ આયોજન થયેલ હતુ. આ વર્ષે દેશ વિદેશથી આવેલા હજારોની સંખ્યામાં યાત્રિકોએ પણ આટલો મોટો પતંગ મહોત્સવ સોમનાથમાં યોજાયો જેમાં જોડાયા હતા.

પતંગ મહોત્સવ અનેકના સહકારથી બીજા વર્ષે યોજાયેલ હતો. જેમાં પ્રભાસપાટણ વિસ્તારના મોટી સંખ્યામાં પરિવારો દેશ વિદેશથી ઉમટી પડેલા યાત્રિકોથી ચોપાટી ભરાઇ ગઇ હતી. રંગબેરંગી પતંગોથી આકાશ અનેક રંગોમાં દેખાતુ હતુ. આખુ ગ્રાઉન્ડ માનવ મહેરામણથી ભરાયેલ હતુ અને જાણે કે આ ચોપાટી કોઇ મોટા શહેરમાં આવેલી હોય તે રીતે કાયપો છે. એક ગઇ સહિતની અવાજો આવતા હતા સાથે ભુંગળાઓ વાગતા હતા. આ પતંગ મહોત્સવને ખુલ્લો મુકતા સોમનાથ ટ્રસ્ટના સચીવ પી.કે.લહેરી સાહેબ સહિત અનેક અધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

વિશ્વનું આ પ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ચોપાટીમાં આટલો મોટો પતંગ ઉત્સવ પત્રકારો દ્વારા યોજાય છે. જેમાં આટલી મોટી સંખ્યામાં સ્થાનિક તથા યાત્રીકો ઉમટી પડેલ છે તે માટી ઘટના છે. આ પતંગ મહોત્સવને બિરદાવેલ હતો.

દેશવિદેશથી આવેલા યાત્રિકોએ પ્રતિભાવો આપેલ હતા કે અમો દર વર્ષે અમારા શહેરમાં પતંગ ઉડાવવાનો આનંદ લઇએ છીએ પણ સોમનાથમાં આટલુ મોટુ આયોજન થયેલ હોય તેથી ભોળાનાથના સાનિધ્યમાં પતંગ ઉડાવવાનો આનંદ મેળવેલ છે. કયારેય ભૂલાશે નહી.

આ પ્રસંગે પૂર્વ ગુજરાત રાજય મંત્રી જશાભાઇ બારડ, સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર પ્રમુખ લખમણભાઇ ભેસલા, પૂર્વ ન.પા. પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, યુથ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ અભય હીરાભાઇ જોટવા, હરદાસભાઇ સોલંકી, કેટરીંગ એશો.ના મિલનભાઇ જોશી, હોટલ સુખસાગરના સહકારથી પતંગ મહોત્સવમાં આવેલ તમામને પતંગ દોરો, તલ મમરાના લાડુ, સીંગચિકકી, શેરડી, બોર, ચીકુ, કેળા ભુંગળા સહિત અનેક વસ્તુઓ પ્રસાદીમાં આપવામાં આવી હતી. આ પતંગ મહોત્સવના આયોજનને સફળ બનાવવા માટે ગીરસોમનાથ મીડીયા સેન્ટર તેમજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતી ગીર સોમનાથના પ્રભારી દિપકભાઇ કકકડ, પત્રકારો માધવભાઇ કકકડ, સંકેતભાઇ કકકડ, નાનજીભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ ભટ્ટ, પ્રકાશભાઇ ગૌસ્વામીએ જહેમત ઉઠાવી હતી.

 

(11:36 am IST)