Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પાક મરીન દ્વારા ઓખાની ૪ બોટ સાથે ૨૬ માછીમારોના અપહરણ

દ્વારકા તા. ૧૯ : પાકિસ્તાન મરીન સિક્યોરીટીની ચાંચિયાગીરી વધતી જાય છે. ઓખાની ૪ બોટ, ૨૬ માછીમારના અપહરણ કરી જતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. ભારતીય જળસીમા નજીક આઇએમબીએલ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરીટી દ્વારા ઓખાની ચાર ભારતીય માછીમાર બોટ સહિત ૨૬ જેટલા માછીમારોના અપહરણ કરી બંધક બનાવાયા હતા. તમામ બોટ ઓખા બંદરેથી ઉપડેલ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોટની સંખ્યા હજુ વધે તેવી સંભાવના છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયમાં અનેક વખત ભારતીય બોટોનું અપહરણ કરાયું છે. છતાં નક્કર કાર્યવાહીના અભાવે હજુ સુધી પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાઝ આવ્યું નથી. અવાર-નવાર ભારતીય માછીમાર બોટોનું અપહરણ કરતું આવ્યું છે. જે સામે રોષ વ્યાપી ગયેલ છે.(૨૧.૨૩)

(2:12 pm IST)