Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

સુરેન્દ્રનગરના દિક્ષાર્થી શ્વેતાબેન થાણામાં સોમવારે પૂ.ધીરજમુનિના હસ્તે કરેમિ ભંતેનો પાઠ ભણશે

શનિવારે સમુહ દંપતિ જાપ, માળા મુર્હત તથા સાથીયા વિધિઃ રવિવારે ધાર્મી કાર્યક્રમ, માતા-પિતાનું બહુમાન વિદવિમાન તથા વર્ષીદાન યોજાશે

રાજકોટ, તા.૧૯: શ્રી થાણા વર્ધમાન સ્થા.જૈન સંઘ, ડો.મૂસ રોડ, લાલબાગ ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.ધૈર્યમૂનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી ઉજજવલ પરિવારના વડેરા પૂ.મુકતાજી મ.સ., પૂ.નિર્મળાજી મ.સ. , પ્રવર્તિની પૂ. અનિલાજી મ.સ., પૂ.હિતસ્વીનીજી મ.સ. ઠાણા-૮૨ના સાંનિધ્યે સુરેન્દ્રનગર નિવાસી શ્રીમતી ઉષાબહેન અને હર્ષદભાઈ નંદલાલ કોઠારીના ૨૭વર્ષીય પુત્રી કુ.શ્વેતાબહેન (એમ.એ.) તા.૨૨ને સોમવારે સવારે ૧૧:૧૧ કલાકે ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ, શ્રીધીરજમુનિ મ.સા.ના વરદ હસ્તે કરેમિ ભંતેનો મંત્ર ભણીને જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરશે.

દીક્ષા મહોત્સવ પ્રસંગે પ્રવ્રજયા પ્રદાતા પૂ.શ્રી ધીરુગુરુદેવ તેમજ પૂ.નિર્મળાજી મ.સ. ઠાણા-૩૧, ગોંડલના પૂ.હસ્મિતાજી મ.સ., પૂ.નયનાજી મ.સ. ઠાણા-૫ બિરાજે છે. સંઘપ્રમુખ હંસરાજ સતરાના જણાવ્યાનુસાર તા.૨૦ને શનિવારે સવારે ૮:૩૦ કલાકે સમૂહ દંપતી જાપ અને માળા મુહૂર્ત, સાથિયા વિધિ તા.૨૧ને રવિવારે સવારે ૮:૩૦ કલાકે કયા ભકિત! કયા ધૂન? કાર્યક્રમ ૯:૩૦ કલાકે દીક્ષાર્થી અને માતા-પિતાનું સન્માન, વિદાયમાન, વર્ષીદાન તા.૨૨ને વસંત પંચમીના સવારે ૮:૧૫ કલાકે મહાભિનિષ્ક્રમણ પદયાત્રા, ૯ કલાકે દીક્ષા મંડપમાં (શિવાજી મેદાન, ભાજી માર્કેટની બાજુમાં) દીક્ષા વિધિનો પ્રારંભ થશે.

ત્યારબાદ ૧૧:૩૦ કલાકે સંઘપરિસરમાં ગૌતમ પ્રસાદનો લાભ ગોમતીબહેન રતનશી છેડા અને હીમાબહેન વિજયપાર સાવલા (સુવઈવાળા), મંડપનો લાભ ખારોઈના મંજુલાબહેન કાંતિલાલ નીસર હ.બિંદીયા ધર્મેશ નીસર, વર્ષીદાનનો લાભ એક સંયમપ્રેમી અને પત્રિકાનો લાભ જયંત પ્રિન્ટરીવાળા છોટુભાઈ છેડાએ લીધેલ દીક્ષા મહોત્વનું સંચાલન ધીરજ છેડા કરશે.

પૂ.શ્રી ધીરગુરુદેવના આગમનથી સંત તથા વસંત જેવો માહોલ સર્જાયો છે. તેમ મંત્રી દામજી બૌવા, ભીમશી કારીયા, રમેશ છેડા, શાંતિલાલ સત્રાએ યાદીમાં જણાવ્યું છે.

(11:18 am IST)