Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શોધી પાડતી જુનાગઢ તાલુકો પોલીસ

જુનાગઢઃ ખડીયા ગામની સીમમાં આવેલ ઝુંડાજલી નદીના કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠીના સાધનો તેમજ કુલ આથો લીટર આ ૪૫૦૦ કિ.રૂ.૯૦૦૦/ તથા દેશી દારૂ લી.આ ૩૩૦ કી.રૂ.૬,૬૦૦/ મળી કુલ મુદામાલ કી.રૂ.૩૭,૧૦૦/નો પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.  આ કામગીરી પો.સબ.ઇન્સ. એસ.એન.સગારકા તથા પો.હેડ.કોન્સ.આર.એમ.ગરચર તથા પો.હેડકોન્સ કે.ડી.રાઠોડ તથા પો.હેડકોન્સ બી.એ.રવૈયા તથા પો.કોન્સ માનસીંગ દેવદાનભાઇ તથા પો.કોન્સ અજય વાલજીભાઇ તથા પો.કોન્સ ભરત દલભાઇ તથા પો.કોન્સ કરણ જગુભાઇ તથા પો.કોન્સ રાહુલભાઇ રામસીંગભાઇ ઝણકાટ તથા પો.કોન્સ દીપક બાબુભાઇ ચૌહાણ તથા પો.કોન્સ કરણ જગુભાઇ તથા પો.કોન્સ રાહુલભાઇ રામસીંગભાઇ ઝણકાટ તથા પો.કોન્સ દીપક બાબુભાઇ ચૌહાણ તથા પો.કોન્સ જેતાભાઇ જીવાભાઇએ કરેલ છે. આરોપી જગાભાઇ સાજણભાઇ રબારી. જુનાગઢ, પંચેશ્વર ફરાઇ થઇ ગયેલ છે.

(12:46 pm IST)