Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

મુળી પાસે રોજડુ આડે આવતાં કાર પલ્ટી મારી જતાં જામનગરના ચાર મિત્રોને ઇજા

બટેટાનો ધંધો ચાલુ કરવો હોઇ ડીસા નક્કી કરવા ગયા'તા

રાજકોટ તા. ૧૮: મુળી પાસે રાત્રીના રોજડુ આડે આવતાં કાર પલ્ટી મારી જતાં જામનગના ચાર મિત્રોને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ જામનગરના નાધેડીના આશિષ હરભમભાઇ મેર (ઉ.વ.૧૮), જયદિપ લાંબાભાઇ લગાડીયા (ઉ.વ.૨૩), રાજેશ રાયદેભાઇ આંબલીયા (ઉ.વ.૨૬) અને નિલેષ હિમતભાઇ ડામોર (ઉ.વ.૨૩) નામના ચાર મિત્રોને બટેટાનો ધંધો ચાલુ કરવો હોઇ કારમાં ડીસા ગયા હતાં અને માલ કેટલો કઇ રીતે ખરીદવો તે નક્કી કરી પરત જામનગર જઇ રહ્યા હતાં ત્યારે રાતે અગિયારેક વાગ્યે મુળી પાસે અચાનક રોજડુ રોડ પર આવી કાર સાથે અથડાતાં કાર પલ્ટી મારી જતાં ચારેયને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ દાખલ કરાયા છે. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)