Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

પીપળી ગામે, કડબ ભરેલ મકાનમાં સંતાડી રાખેલ ૧ લાખનો વિદેશી દારૂ બીયર ઝડપાયું

વઢવાણ,તા. ૧૮: એલ.સી.બી. ટીમ દ્વારા બજાણા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે બીસ્મીલાખાન ઉર્ફે બીસુ દીલાવરખાન જતમલેક રહે. પીપળી રાવરાણી શેરી વાળાઓ પોતાના મકાને ગાય ભેંસો માટેના ઘાસચારા ભરવાના મકાનમાં કડબના પુળામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. હકીકત આધારે રેઇડ કરતા ગાય ભેંસો માટેના ઘાસચારા ભરવાના મકાનમાં ભરેલ કડબના પુળામાં તથા ઓસરીમાં અલગ અલગ બ્રોન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ -૪૪૬ કી.રૂ. ૧,૦૭,૨૦૦ તથા બીયર ટીન નંગ-૨૦ કી. રૂ. ૨૦૦૦ મળી કુલ રૂ. ૧,૦૯,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બજાણા પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.એલ.સી.બી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ વી.આર.જાડેજા એ.એસ.આઇ એન.ડી. ચુડાસમા તથા પો. હેડ કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા ચમનલાલ જશરાજભાઇ તથા પો. કોન્સ.  દિલીપભાઇ ભુપતભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઇ પ્રવિણભાઇ એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:37 am IST)