Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

ભુજમાં મોર્નિંગ વોકમાં નીકળેલી યુવતીનું મોઢુ દબાવી મોબાઇલ લુંટી લેવાતા ચકચાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૮:  ભુજના એરપોર્ટ રોડ ઉપર મોર્નિંગ વોકમાં નીકળેલ ૩૨ વર્ષીય યુવતી શ્વેતા રુચિર ઠકકર સાથે બનેલ લૂંટની ઘટના એ ચકચાર સર્જી છે. નિત્યક્રમ મુજબ વોકમાં નીકળેલ શ્વેતાબેન નું પાછળથી આવેલા અજાણ્યા શખ્સ એ બન્ને આંખો અને ગળું દબાવી લૂંટ ચલાવવા તેમણે પહેરેલ ચેન તેમ જ બુટી કાઢવાની કોશિશ કરી હતી.  તે દરમ્યાન શ્વેતાબેને કોણી મારી પ્રતિકાર સાથે બૂમાબૂમ કરી હતી. આ સમયે દૂધવાળો પસાર થતાં લૂંટવાની કોશિશ કરનાર શખ્સ શ્વેતાબેનના જીન્સ પેન્ટમાંથી મોબાઈલ લૂંટી નાસી છૂટયો હતો.  લૂંટના આ બનાવે શહેરના વોકર્સ માં ચિંતા સર્જી છે.

(11:24 am IST)