Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

જામનગર કસ્ટમ્સ કચેરીમાંથી ૧ કરોડનું સોનુ ચોરાયું

૧૯૮૨ / ૮૬માં ભુજ ડીવીઝને કબ્જે કરેલ : ધરતીકંપના લીધે ૨૦૦૧માં જામનગર ડીવીઝને લઇ આપીને રાખેલ : ૨૦૧૬માં કચેરીએ પરત સોંપાતા ચકાસણી વખતે ખબર પડી : કોઇ પણ કર્મચારીએ મેળવી લીધાની પોલીસમાં ફરીયાદ

(મુકુંદ બદિયાણી)જામનગર,તા. ૧૮ : સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રામસીંગ શીવકુમારસીંગ યાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, સને ૧૯૮ર અને ૧૯૮૬ માં કસ્ટમ ડીવીઝન ભુજ દ્વારા રેઈડ કરી કબ્જે કરવામાં આવેલ સોનાના સેમ્પલો કસ્ટમ ડીવીઝન ભુજ ખાતે રહેતા હતા તે સને ર૦૦૧ ધરતીકંપના કારણે કસ્ટમ ડીવીઝન જામનગર ખાતે લાવવામાં આવેલ અને તા.૧૮–૧૦–ર૦૧૬ ના રોજ કસ્ટમ ડીવીઝન ભુજને પરત સોપતા સમયે આ સેમ્પલોની ચકાસણી કરતા તેમાંથી કુલ પાંચ સેમ્પલો માંથી ર૧પ૬,૭રર ગ્રામ સોનું જેની હાલની બજાર કિંમત રૂ.૧,૧૦,૦૦,૦૦૦/– થાય તે ઓછું નીકળતા આ સોનાની શરૂ સેકશન રોડ પોલીસ હેડ કવાર્ટર સામે કસ્ટમ ડીવીઝન ઓફીસ જામનગરમાં કોઈપણ  સરકારી કર્મચારી સરકારી મીલ્કત હોવાનું જાણતા હોવા છતા કોઈપણ રીતે અંગત ફાયદા માટે મેળવી લઈ ગુન્હીત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.

દારૂની ૯૬ બોટલ સાથે ઝડપાયો

 સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફૈઝલભાઈ મામદભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, પટેલ કોલોની ગરબી ચોક પાસે, આરોપી પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, રે. જામનગરવાળોઈન્ડીકા વીસ્ટ્રા ફોરવ્હીલ કાર જેના રજી. નં.જી.જે.–૧૦–ટી.ટી.–૮૭૦૭ માં ભારતીય બનાવટની વિદેશીદારૂની કુલ બોટલ નંગ–૯૬, કિંમત રૂ.૪૮,૦૦૦/– ની પોતાના કબ્જામાં રાખી નીકળતા દારૂ તથા ઉપયોગમાં લીધેલ ઈન્ડીકા વીસ્ટ્રા ફોર વ્હીલકાર કિંમત રૂ.પ૦,૦૦૦/– ગણી કુલ રૂ.૯૮,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

છકડો રીક્ષા ચોરાયની રાવ

 સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રભાબેન ભુપતભાઈ પાટડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર રડાર રોડ, રમેશ હાર્ડવેર વાળી ગલી શેરી નં.૪ માં ફરીયાદી પ્રભાબેનની છકડો રીક્ષા જેના રજી.નં. જી.જે.–૧૦–ટી.ડબલ્યુ–૩૧૭૩ ની વર્ષ ર૦૧૮ ના મોડલ જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/– વાળો પોતાના ઘર બહારથી અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

છોકરી સાથે ઝઘડો થતાં યુવકે આયખું ટુંકાવ્યું

અહીં મોહનનગર છેલ્લી શેરી નવા આવાસની સામે બ્લોક નં.બી/૧૪માં રહેતા પ્રતિકભાઈ ગીરીશભાઈ ચૌહાણ, ઉ.વ.ર૦ એ સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ  છે કે,  દિવ્યેશ ગીરીશભાઈ ચૌહાણ, ઉ.વ.ર૩, રે. મોહનનગર છેલ્લી શેરી નવા આવાસની સામે બ્લોક નં.બી/૧૪, કોઈ છોકરી સાથે ઝઘડો થયેલ હોય કોઈ છોકરીનું ટેન્શન હોય જેના કારણે લાગી આવતા પોતાના ઘરે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

છરી સાથે શખ્સ ઝડપાયા

જામનગર : સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્વર ઓવરબ્રીજ પાસે જાહેરમાં આરોપી યાસીન સીદીકભાઈ ગંઢા, જાહેરમાં છરી  સાથે  મળી આવતા ઝડપાઈ ગયેલ છે.

૩૯ બોટલ દારૂ સાથે ઝડપાયો

સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રતાપભાઈ ભુપતભાઈ ખાચર એ ફરીયાદ નોંધાવી છે કે,  રામેશ્વરનગર, વિનાયક પાર્ક, સેન્ટમેરી સ્કુલ પાસે, આરોપી જીગ્નેશભાઈ ઉર્ફે લાલો કનુભાઈ ચાવડા એ પોતાના  મકાને દારૂ વેચાણ અર્થે રાખી હેરાફેરી કરી રેઈડ દરમ્યાન બોટલ નંંગ–૩૯, કિંમત રૂ.૧પ,૬૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:24 am IST)