Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

ઉના પાસે રોઝડુ આડું ઉતરતા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

તસ્વીરમાં બાઇક તથા મરનાર ચાલક નજરે પડે છે.

ઉના તા. ૧૮ : ગીરગઢડા જતા હાઇવે રોડ ઉપર ખાપર ગામથી વડવીપાળા જતા રોડ ઉપર ગીરગઢડા ગામજે ધુધાભાઇ રામભાઇ ભાલીયા ઉ.પપ રો. ગીરગઢડા વાળા તેમની મોટરસાયકલ નંબર જી.જે.૧૧-૩૮૬પ) ઉપર ઉનાથી ગીરગઢડા જતા હતા ત્યારે એક રોઝડુ (નીલગાય) રોડનો આડે પસાર થતા મોટર સાયકલ રોઝડા સાથે ભટકાતા ધુધાભાઇ ભાલીયા રોડ ઉપર ફગોળાઇ જઇ પડી જતા માથામાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત થયું હતું.

તેમને તાત્કાલીક ગીરગઢડા હોસ્પીટલે લાવતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ રોડ ઉપર અવાર નવાર રોઝડા આવી જતા હોય માનવ જીંદગી જોખમાય છે. તો તેમને પકડી નિમંત્રણ કરે તેવી લોક માંગણી ઉઠી છે.

દારૂ સાથે ઝડપાયેલ યુવાનની રિમાન્ડ

ઉનાના દેલવાડા ગામ પાસે જુનાગઢ આર.આર. એમના પોલીસ એમ.કે.મોલવીયા ત્થા સ્ટાફે ઘોઘલા તરફથી આવતું મોટર સાયકલ નંબર જીજે.૧૧૭૦ ૩૬૭૮ ઉપર આવતો અનવરશા મહમદશા શામદાર રે-ઉના રહીમનગર વાળાને રોકાવી તેનો થેયલો તપાસ કરતા પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની બોટલ નં.-૧૮ રૂ.૬૦૦૦ તથા મોટર સાયકલ ર૦,૦૦૦ મળી રૂ.ર૬૦૦૦ મુદામાલ સાથે પકડી પાડી ઉના પોલીસમાં ગુનો દાખલ કરેલ હતો આરોપીને પોલીસ જમાદાર અજીતસિંહ પી. મકવાણાએ કોર્ટમાં રજુ કરતા ૧ દિવસની રીમાન્ડ મંજુર કરી તપાસ શરૂ કરી છે.

(12:02 pm IST)