Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સાવરકુંડલા જમીન વિકાસ બેંકના પ્રમુખ તરીકે રાધવજીભાઈ સાવલિયા અને ઉપપ્રમુખ બાબુભાઇ માલાણી

 (ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૧૮ : સાવરકુંડલા જમીન વિકાસ બેંકના  પ્રમુખ તરીકે રાધવજીભાઈ સાવલિયા  અને ઉપપ્રમુખ પદે બાબુભાઇ માલાંણી ની બિનહરીફ વરણી કરવા માં આવી હતી.

માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન દીપકભાઈ માલાણીના સંર્પુણ માર્ગદર્શન મુજબ સાવરકુંડલા જમીન વિકાસ બેંકના પ્રમુખ તરીકે રાધવજીભાઈ સાવલિયા અને ઉપપ્રમુખ પદે બાબુભાઇ માલાણીની બહુમતી પૂર્વક ચૂંટાઈ આવેલ હતા.

પ્રમુખ રાધવજીભાઈ સાવલિયા અને ઉપપ્રમુખ બાબુભાઇ માલાણીની વરણી ને સાંસદ નારણભાઇ કછડીયા દીપકભાઈ માલાણી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પુનભાઈ ગજેરા, સાવરકુંડલા સુરેશભાઈ પાનસૂરિયા, લલિતભાઈ બાલધા,  શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, શહેર મહામંત્રી વિજયભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના સભ્ય લાલભાઈ મોર,  નગર પાલિકા સભ્ય કિશોરભાઈ બુહા, તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાવલિયા, બાવચનભાઈ ચોડવડીયા વિગેરે ભાજપના આગેવાનો એ આવકારી અભિનંદન પાઠવેલ હતા. 

(1:15 pm IST)