Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પોરબંદરની ઓરીયન્ટ ફેકટરી બંધ થતા અર્જુનભાઇ મોઢવાડીયાના ભાજપ સરકાર સામે પ્રહારો

કામદારોને રૂબરૂ મળીને ન્યાય આપવા ખાત્રી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ : પોરબંદરની ઓરીયન્ટ ફેકટરી બંધ થતા ગઇકાલે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ કાલે કામદારોની મુલાકાત લીધી હતી. અર્જુનભાઇ મોઢવાડીયાએ ભાજપ સરકાર સામે ગેરરીતીના આક્ષેપો કર્યા હતા. અને પોરબંદરને ઉદ્યોગ વિહોણુ કરી દેવાની ચાલ હોવાના આપેક્ષો કર્યા હતા અને કામદારોને ન્યાય આપવાની ખાત્રી આપી હતી.

(1:06 pm IST)