Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બરડા ડુંગર વિસ્તારમાં દારૂની ભઠ્ઠી શોધી કાઢતી રાણાવાવ પોલીસ

પોરબંદર : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્યના પો. અધિ. સ્મીત ગોહીલના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો. સ્ટે. વિસ્તાર તેમજ બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવા અનુસંધાને રાણાવાવ સબ. ઇન્સ. પી. ડી. જાદવ દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવા સુચના કરેલ રેન્જનો ફોરેસ્ટ સ્ટાફ દ્વારા બરડા ડુંગરમાં સંયુકત પેટ્રોલીંગ દરમ્યાન કોન્સ. સંજયભાઇ તથા હિમાંશુભાઇ ને હકિકત આધારે મોરાપાણી નેશથી દક્ષિણે આશરે ત્રણેક કિ. મી. દુર ડુંગરની પાણીની ઝરમાં બરડા ડુંગરમાં રેઇડ કરતા આરોપી ફીસા ડાયા રબારી રહે. કાઢીયાનેશ તા. રાણાવાવ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસ સ્ટાફ તેમજ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને આરોપીના કબ્જા હવાલાવાળી દેશી દારૂની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી. ૬૦૦ કિ. રૂ. ૧ર૦૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ. રૂ. પ૧૦૦ નો મુદામાલ મળી આવેલ તે કબ્જે કરેલ છે. આ કામગીરીમાં હેડ કોન્સ. જે. પી. મોઢવાડીયા, ડી. પી. વરૂ, સરમણભાઇ જયમાલભાઇ, પરબતભાઇ, તથા ફોરેસ્ટ વિભાગના કર્મચારી વિગેરે રોકાયેલા હતાં. 

(11:59 am IST)