Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બે દિ'થયા વ્હેલી સવારે થતો ઠંડીનો નજીવો આભાસ

રાજકોટ તા.૧૮ : ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને હવે ધીમે ધીમે શિયાળાની અસર વર્તાવા લાગી છે.  બે દિવસથી વ્હેલી સવારે ઠંડીનો નજીવો આભાસ થઇ રહ્યો છે. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

વાતાવરણમાંથી ભેજ સતત ઘટતો જઇ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધીમાં રાજયમાં વાતાવરણ સુક્કુ રહેશે.

પવનની દિશા બદલવાના કારણે વાતાવરણની દિશા બદલાઇ રહી છે. હાલમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન ફુંકાઇ રહ્યો છે. આખો દિવસ સહન થાય નહી તેવો તાપ પડે છે અને રાત્રે ગુલાબી ઠંડી પડી રહી છે. હવામાન ખાતાએ અમદાવાદ માટે આગાહી કરતા જણાવ્યુ છે કે દિવસે સખ્ત તાપ રહેશે. અને રાત્રે ગુલાબી ઠંડી જેટલુ તાપમાન રહેશે.

 

પોરબંદર

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ અરબી સમુદ્રમાં ધુમ્મ્સ છવાયેલ છે સૂર્ય પ્રકાશિત વાતાવરણ છે. ખંભાળા જળાશય ૧ ઇંચ પાણીનો  ઘટાડો થયો છે. ફોદાળા ડેમ છલોછલ છે. ગુરૂત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી, લઘુતમ ૨૧.૪ ડિગ્રી, તથા સવારનું હવામાન ૨૪.૬ ડિગ્રી તથા ભેજનું પ્રમાણ ૮પ ટકા તથા સૂર્યોદય ૬.૪૮ વાગ્યે તેમજ સૂર્યાસ્ત ૬.૪પ વાગ્યે થશે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩પ.પ મહત્તમ, લઘુતમ ૨૪, ૬૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૩ પ્રતિ કલાક  પવનની ગતિ રહી હતી.

(11:52 am IST)