Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબીની ગર્લ્સ હાઈસ્કૂલ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

 મોરબીના વિસીપરામાં આવેલ ગર્લ્સ સ્કૂલ સામે દફતરી સાહેબના દવાખાના પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શોને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરામાં ગર્લ્સ સ્કૂલ પાસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા કૈલાશ લક્ષ્મણભાઈ મંદરીયા, અમિત હકાભાઇ કુરિય, બટુક રઘુભાઈ જંજવાડિયા અને કિશોર ભુપતભાઈ મોરવાડિયા રહે બધા વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭૨૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:49 am IST)